વિશેષ પ્રયાસ:વેરાવળ બાંદરા-વેરાવળ ટ્રેન વીરપુર સ્ટેશન પર ઊભી રહેશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં પ્રખ્યાત સંત જલારામ બાપાનું મંદિર આવેલું છે. ભારતભરમાંથી લાખો લોકો જલારામ બાપાના દર્શન કરવા જાય છે અને જલારામ બાપાના મંદિર સાથે અનેક ધાર્મિક સંસ્થાઓ જોડાયેલી છે. 31મી ઓક્ટોબરે સંત જલારામ બાપાનો જન્મદિવસ છે.

સંત જલારામ બાપાના જન્મદિવસને ધ્યાનમાં રાખી મુંબઈથી લાખો ભક્તો લોકો દર્શન માટે વીરપુર જવાની શક્યતા છે.સંત જલારામ બાપાની જન્મજયંતીને ધ્યાનમાં રાખીને તમામ ભક્તો દર્શન માટે રેલવેમાં મુસાફરી કરે છે, જેથી તેમને કોઈ તકલીફ ન થાય તે માટે ટ્રેન નં. (09217) અને (09218) પહેલાની જેમ વીરપુર સ્ટેશન પર કાયમ માટે રોકવા માટે વીરપુર- જલારામ ચેમ્બર ઓફ કોમર્સ સાથે મુંબઈથી ભૂતપૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી મિલિંદ દેવરા, પ્રમોદ માંડરેકર અને જૈન અલ્પસંખ્યાક સેવા સંસ્થાના ઉપાધ્યક્ષ સંજય શાહ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈ વીરપુર સ્ટેશન પર ટ્રેનને કાયમ માટે સ્ટોપ આપવા રેલવે પ્રશાસને મંજૂરી આપી છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર પ્રકાશ બુટાની અને સચિવ સચિન શર્મા દ્વારા વિશેષ પ્રયાસ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...