ભાસ્કર વિશેષ:બાળકોમાં કર સાક્ષરતા ફેલાવવા અનોખી ઝુંબેશ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરપાત્રતા સંબંધી સંકલ્પના સમજાવવા વિવિધ પ્રોડક્ટો રજૂ કરી

પુસ્તક આધારિત સાહિત્ય, જાગૃતિ સેમિનારો અને વર્કશોપની બહાર નીકળીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ (સીબીડીટી) દ્વારા લર્ન બાય પ્લે (રમત થકી શીખો) પદ્ધતિ થકી કર સાક્ષરતા ફેલાવવા માટે નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. કરની બાબતો મોટે ભાગે ગૂંચભરી માનવામાં આવે છે.

આથી હાઈ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બોર્ડ ગેમ્સ, પઝલ્સ અને કોમિક્સ થકી કર સંબંધી સંકલ્પનાઓ સમજાવવા માટે વિવિધ પ્રોડક્ટો વિભાગે બહાર પાડી છે.ગોવાના પણજીમાં શનિવારે સાંજે આઝાદી કા અમૃત મહોત્સવ પ્રતિકાત્મક સપ્તાહના પૂર્ણાહુતિ સમારંભમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામ દ્વારા આ પહેલનો આરંભ કરતાં આ પ્રોડક્ટોની શ્રેણી લોન્ચ કરી હતી. તેમણે આગામી 25 વર્ષને અમૃત કાળ ગણાવ્યો હતો અને કહ્યું કે યુવાનો નવભારતને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ સમયે તેમણે શાળાના ચુનંદા વિદ્યાર્થીઓને ગેમ્સનો પ્રથમ સેટ વિતરણ પણ કર્યો હતો.

સીબીડીટી દ્વારા બહાર પાડવામાં આવેલી આ નાવીન્યપૂર્ણ પ્રોડક્ટોમાં સાપ, સીડી અને કર બોર્ડ ગેમમાં કર અને નાણાકીય લેણદેણ સંબંધમાં ખરાબ અને સારી આદતો રજૂ કરવામાં આવી છે. આ ગેમમાં સીડીઓ થકી સારી આદતોને પુરસ્કૃત કરવામાં આવે છે અને ખરાબ આદતોને સાપ થકી દંડવામાં આવે છે. તે સમજવામાં આસાન, જ્ઞાનવર્ધક અને શૈક્ષણિક છે.આ રીતે જ બિલ્ડિંગ ઈન્ડિયા ગેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોશિયલ પ્રોજેક્ટોને આધારે 50 મેમરી કાર્ડસનો ઉપયોગ કરવા થકી કર ચૂકવવાના મહત્ત્વની સંકલ્પના રજૂ કરવામાં આવી છે.

આ ગેમનું લક્ષ્ય કરની બાબતો પ્રકારમાં એકત્રિત છે અને સ્પર્ધાત્મક નથી તે સંદેશ આપવાનું છે.ઈન્ડિયા ગેટ- 3ડી પઝળ ગેમમાં 30 નંગ છે, જે દરેકમાં કર સંબંધી વિવિધ નિયમો અને સંકલ્પનાઓ વિશે માહિતી છે. આ નંગ એકત્ર જોડવામાં આવતાં ઈન્ડિયા ગેટનું 3- ડાયમેન્શન માળખું નિર્માણ થાય છે, જે એવો સંદેશ આપે છે કે કર થકી ભારતનું નિર્માણ થાય છે.

ડિજિટલ કોમિક બુક્સ
બાળકો અને યુવાનોમાં આવક અને કર સંબંધી સંકલ્પનાઓ વિશે જાગૃતિ ફેલાવવા લોટ પોટ કોમિક્સ સાથે આવકવેરા વિભાગે જોડાણ કરીને ડિજિટલ કોમિક બુક્સ રજૂ કરી છે. મોટુ- પતલુનાં બહુ લોકપ્રિય કાર્ટૂન પાત્રો અને તેમના પેટ પકડાવીને હસાવનારા ડાયલોગ દ્વારા આ સંદેશ આપવામાં આવે છે.

આ પ્રોડક્ટો ભારતભરમાં આવકવેરા કાર્યાલયોના નેટવર્ક થકી શાળાઓમાં આરંભમાં વિતરણ કરવામાં આવશે. બુકસ્ટોર્સ થકી આ ગેમ્સનું વિતરણ કરવાના પ્રસ્તાવ પર કામ ચાલી રહ્યું છે, એમ સીતારામને આ સમયે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...