બેઠક:ઉદ્ધવ ઠાકરેએ પીઠમાં ખંજર ભોંક્યું, દગો કરનારને સજા કરો; અમિત શાહ

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવસેનાને મહાપાલિકામાંથી વિસર્જનનું લક્ષ્ય

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લાલબાગચા રાજાનાં દર્શન સાથે મુંબઈ મુલાકાતનો સોમવારે શુભારંભ કર્યો. તેઓ ગણેશદર્શનનું નિમિત્ત લઈને આવ્યા હોવા છતાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાનું મુંબઈ મહાપાલિકામાંથી વિસર્જન કરવાનું તેમનું લક્ષ્ય હોવાની ચર્ચા છે. મહાપાલિકાની ચૂંટણી માટે ભાજપે મિશન મુંબઈની શરૂઆત કરી છે. આ ધ્યાનમાં લેતાં મેઘદૂત બંગલો પર મુંબઈના ભાજપના નગરસેવકો અને પદાધિકારીઓની બેઠક પાર પડી. આ સમયે શાહે 135 બેઠક જીતવાનો નારો આપ્યો હોવાની માહિતી છે.

ફક્ત બે બેઠક માટે શિવસેનાએ 2014માં યુતિ તોડી નાખી, શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દગો કર્યો, તેમને સજા આપ્યા વિના સ્વસ્થ નહીં બેસો, એવો અનુરોધ તેમણે બેઠકમાં હાજર સૌને કર્યો હતો.મુંબઈ મહાપાલિકાની ચૂંટણી જીતવા માટે તેમણે મિશન 135ની ઘોષણા કરી. મેઘદૂત બંગલો પર ભાજપના પદાધિકારીઓની બેઠકમાં ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ, રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે, મહારાષ્ટ્ર પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળે, મુંબઈ પ્રદેશાધ્યક્ષ આશિષ શેલાર ઉપરાંત નિતેશ રાણે, અતુલ ભાતખલકર, મંગલપ્રભાત લોઢા વગેરે હાજર હતા.

ફક્ત બે બેઠક માટે શિવસેનાએ 2014માં યુતિ તોડી નાખી. શિવસેનાએ આપણી બેઠકો પાડીને પીઠમાં ખંજર ભોંક્યું, ઉદ્ધવ ઠાકરેએ દગો કર્યો. રાજકારણમાં દગો સહન નહીં કરો, જે દગો કરે તેમને સજા થવી જ જોઈએ. મુંબઈના રાજકારણમાં ભાજપનું જ વર્ચસ રહેવું જોઈએ. અમે શિવસેનાને નાની કરી નથી, શિવસેના પોતાના નિર્ણયોને લીધે નાની થઈ છે. ખયાલી પુલાવ બનાવવાને લીધે શિવસેના ફૂટીને તેમની ખરાબ અવસ્થા થઈ છે, એમ શાહે જણાવ્યું હતું. તાવડે ફ્રન્ટ સીટ પર આવ્યા : મહારાષ્ટ્રના રાજકારણમાંથી દૂર નીકળી ગયેલા વિનોદ તાવડે છેલ્લા થોડા સમયથી ફ્રન્ટ સીટ પર દેખાઈ રહ્યા છે.

2019ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નકારાયા પછી તેમની હવે રાષ્ટ્રીય મહામંત્રીપદ પર નિયુક્તિ થઈ છે. આથી તેમની દિલ્હીમાં અવરજવર વધી છે. શિંદે-ફડણવીસ સરકારનાં શ્રીગણેશ થતાં હતાં ત્યારથી જ તાવડે મહારાષ્ટ્રમાં એક્ટિવ બની ગયા છે. આથી અમિત શાહ લાલબાગચા રાજાનાં દર્શને ગયા ત્યારે તાવડે પણ તેમની સાથે ગપ્પા મારતા દેખાયા હતા.

ઠાકરેની સત્તા ઊથલાવવાની રણનીતિ : 29 વર્ષથી મુંબઈ મહાપાલિકામાં શિવસેનાની સત્તા છે. તે કબજે કરવા માટે આ વખતે ભાજપે ખાસ મહેનત લીધી છે. શાહની મુંબઈ મુલાકાત નિમિત્તે મિશન મુંબઈનો શુભારંભ કરાયો છે. ભાજપના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારને માથે મહાપાલિકાની જવાબદારી સોંપવામાંઆવી છે. મુંબઈ મહાપાલિકામાં 227 નગરસેવક છે. ભાજપ સાથે શિંદે જૂથ અને મનસેની પણ આઘાડી થવાની શક્યતા છે, જેને કારણે શિવસેના માટે મોટો પડકાર છે.

શાહે મરાઠીમાં ટ્વીટ કર્યું
ગણેશોત્સવ દરમિયાન મુંબઈમાં હોવું તે એક વિશેષ અનુભવ છે. આજે મુંબઈમાં લાલબાગચા રાજાનાં દર્શન લઈને તે પછી બાંદરા પશ્ચિમમાં સાર્વજનિક ગણેશોત્સવમાં સહભાગી થઈશ. શિક્ષક દિવસ નિમિત્તે પવઈમાં નાઈક ચેરિટેબલ ટ્રસ્ટના એ એમ નાઈક વિદ્યાલયનું ઉદઘાટન થશે, એમ મુંબઈ મુલાકાત પૂર્વે શાહે મરાઠીમાં ટ્વીટ કરીને ઉત્સુકતા વધારી હતી.

અન્ય સમાચારો પણ છે...