બે બાળકીનાં મૃત્યુ:વરલીના સમુદ્રમાં ડૂબતાં બે બાળકીનાં મોત, બે ગંભીર

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરલી સમુદ્રકિનારે શુક્રવારે બે બાળકીનાં ડૂબીને મૃત્યુ થયાં હતાં, જ્યારે ત્રણ બાળક- બાળકીને ઉગારી લેવાયાં હતાં, જેમાંથી બેની હાલત ગંભીર છે. આ ઘટના શુક્રવારે સાંજે 5.38 વાગ્યે વિકાલ ગલી, હનુમાન મંદિર નજીક, વરલી કોલીવાડા પાસે બની હતી.પાંચ બાળકો ડૂબી રહ્યાં છે એવી માહિતી ફાયરબ્રિગેડને મળી હતી.

જોકે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચે તે પૂર્વે જ ત્યાં હાજર નાગરિકોએ પાંચેયને બહાર કાઢ્યા હતા અને પાંચેયને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.આમાંથી માહિમની હિંદુજા હોસ્પિટલમાં લઈ જવાયેલા કાર્તિક ચૌધરી (8) અને સવિતા પાલ (12)નાં હોસ્પિટલમાં દાખલ કરવા પૂર્વે જ મોત થયાં હોવાનું ડોક્ટરે જાહેર કર્યું હતું. આ સાથે 10 વર્ષીય આર્યન ચૌધરીને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે, જ્યારે ઓમ ચંદ્રજિત પાલ (14) પર કેઝ્યુઅલ્ટીમાં ઉપચાર ચાલી રહ્યો છે, એમ હોસ્પિટલના સીએમઓ ડો. રવિએ માહિતી આપી હોવાનું મહાપાલિકાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...