મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં કામ્પટી ખાતે એક મૃતકને અગ્નિદાહ આપવા સમયે આગ લાગતાં બે જણનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે એક જણ ગંભીર રીતે દાઝી ગયો હતો. આ ઘટના ગુરુવારે સાંજે જિલ્લાના વડામથકથી 30 કિમી દૂર કામપ્ટીખાતે સ્મશાનભૂમિ મોક્ષધામ ઘાટ ખાતે નોંધાઈ હતી, એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
પીડિતો પુરુષના પાર્થિવને અગ્નિદાહ આપવા માટે ડીઝલનો ઉપયોગ કરતા હતા, પરંતુ અચાનક ડીઝલના કેનને જ આગ પકડી લીધી હતી. આ દુર્ઘટનામાં સુધીર ડોંગરે (45) અને દિલીપ ખોબ્રાગડે (60)નાં મોત થયાં હતાં, જ્યારે સુધાકર ખોબ્રાગડે (50) હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે.
પાર્થિવને અગ્નિ આપ્યા પછી ત્રણેય પીડિતો આગ બરોબર પકડે તે માટે તેમાં ડીઝલ નાખતા હતા, જે સમયે ત્યાં રાખેલા ડીઝલના કેનનું કેન આગની જ્વાળામાં સપડાયું હતું અને તેને આગ પકડી હતી, જેમાં પીડિતો પણ સપડાઈ ગયા હતા. અન્ય લોકોએ આગ બુઝાવી હતી અને ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં બે જણનાં મોત થયાં હતાં, જ્યારે એકની હાલત ગંભીર છે. પોલીસે અકસ્માતે મૃત્યુનો કેસ નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.