કાર્યવાહી:3.5 કરોડના હીરા ચોરી સંબંધે બે હીરાના દલાલની ધરપકડ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ- ગુજરાતથી​​​​​​​ 2ની ધરપકડ, જ્યારે 1 ફરાર

રૂ. 3.5 કરોડના હીરાની ચોરી સંબંધે મુંબઈ પોલીસે હીરાના બે દલાલની ધરપકડ કરી છે. આરોપી ભરત કંડોલ (39)ની ગુજરાતથી ધરપકડ કરાઈ છે, જ્યારે અમૃતભા પટેલ (58)ની ગોરેગાવથી ધરપકડ કરવામાં આવી છે, જ્યારે આ ગુનાનો સૂત્રધાર કૌશિક ચોવટિલા ફરાક છે, જેની શોધ ચલાવવામાં આવી રહી છે, એમ બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) પોલીસે જણાવ્યું હતું.

18 જુલાઈના રોજ એફઆઈઆર દાખલ કરાઈ હતી. ગયા સપ્તાહમાં બંને આરોપીઓની ધરપકડ કરાઈ છે અને તેમની પાસેથી ચોરીના હીરા જપ્ત કરવામાં આવ્યા છે. આરોપીઓએ 7 જુલાઈએ બીકેસીમાં ઓફિસ ધરાવતા હીરાના વેપારીનો સંપર્ક કર્યો હતો અને અમુક હીરા ખરીદી કરવામાં રસ દાખવ્યો હતો.આરોપીઓએ ફરિયાદીની બીકેસી ઓફિસમાં આવીને ત્રણ હીરા પસંદ કર્યા હતા. તેની સામે એક સપ્તાહમાં નાણાં ચૂકવીને હીરા લઈ જશે એમ કહીને આરોપી નીકળી ગયા હતા.

જોકે બાદમાં ફરિયાદીને ખ્યાલ આવ્યો કે આરોપીઓએ પસંદ કરેલા ત્રણ હીરા તો ગાયબ છે. સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતાં આરોપીઓએ જ હીરા ચોર્યા હોવાનું સ્થાપિત થયું હતું. આથી વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 120-બી (ફોજદારી કાવતરું), 409 (વિશ્વાસઘાત) અને 419 (બનાવટ) હેઠળ એફઆઈઆર દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...