કાર્યવાહી:ઘોડબંદરમાં 2000ની 8 કરોડની નકલી નોટો સાથે બેની ધરપકડ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલઘર ગોડાઉનમાં નોટો છાપતા હતા

થાણે ઘોડબંદર ખાતેથી રૂ. 2000 મૂલ્યની રૂ. 8 કરોડની નોટો સાથે ક્રાઈમ બ્રાન્ચે બે જણની ધરપકડ કરી છે. આરોપીઓ નકલી નોટો વેચવા માટે ઘોડબંદર પર આવ્યા ત્યારે તેમને ઝડપી લેવાયા હતા. આ નોટો પાલઘરના એક ગોદામમાં છાપતા હતા એવું બહાર આવ્યું છે.વિશ્વસનીય માહિતીને આધારે શુક્રવારે સવારે થાણે પશ્ચિમમાં જી બી રોડ, ગાયમુખ ચોપાટી, ઘોડબંદર રોડ ખાતે ઈનોવાને આંતરવામાં આવી હતી. તેમાં તલાશી લેતાં રૂ. 2000 મૂલ્યના 400 બંડલ મળીને રૂ. 8 કરોડની નકલી નોટો મળી આવી હતી.

આરોપીઓને રામ હરી શર્મા (52) અને રાજેન્દ્ર રઘુનાથ રાઉત (58) તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. શર્મા એમ-603, પેનિનસુલા પાર્ક, ન્યૂ વિવા કોલેજ રોડ, બોલીંજ, વિરાર વેસ્ટનો રહેવાસી છે, જ્યારે રાઉત પરનાઈ નાકા, ઘર 219, કુરગાવ, પાલઘરનો રહેવાસી છે. તેમની પાસેથી ઈનોવા (એમએચ 04 ડીબી 5411) જપ્ત કરવામાં આવી છે.તેમની પૂછપરછમાં મદન ચૌહાણની મદદથી પાલઘર ખાતે ગોદામમાં નોટો છાપીને તેઓ વેચતા હતા એવું કબૂલ કર્યું છે. આ નકલી નોટો શર્માના પાલઘર ખાતે ટેક ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ ગાળામાં કમ્પ્યુટર અને પ્રિંટરની મદદથી તૈયાર કરવામાં આવી હોવાનું જણાયું છે.

કમિશનર જયજિતસિંહ, જોઈન્ટ કમિશનર દત્તાત્રય કરાળે, એડિશનલ કમિશનર અશોક મોરાળે, એસીપી અશોક રાજપૂતના માર્ગદર્શનમાં સિનિયર પીઆઈ વિકાસ ઘોડકેની ટીમના અરુણ ક્ષીરસાગર, ભૂષણ શિંદે, અવિનાશ મહાજન, શિવાજી કાનડે, શશીકાંત સાલદુર, સુનિલ રાવતે, રોહીદાસ રાવતે, સુનિલ નિકમ, સંદિપ શિંદે, વિજય પાટીલ, અજય ફરાટે, જગદીશ ન્હાવળદે, શશીકાંત નાગપુરે, તેજસ થાણેકર, ઉત્તમ શેળકે, રઘુનાથ ગાર્ડે, શંકર પરબ, યશ યાદવે આ કામગીરી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...