નિર્ણય:ટ્રેનોમાં વધુ યાત્રીઓને સમાવવા બાર ટ્રેન15 ડબ્બામાં ફેરવી દેવાશે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દરેક ટ્રેનમાં પ્રવાહી વહન ક્ષમતા 25 ટકાથી વધશે

મુંબઈ ઉપનગરીય વિભાગમાં ટ્રેનોમાં વધુ પ્રવાસીઓને સમાવવા અને ઉત્તમ ટ્રેન સેવાઓ પૂરી પાડવા માટે પહેલમાં પશ્ચિમ રેલવે દ્વારા 12 ડબ્બાની વધુ બાર ટ્રેનોને 15 ડબ્બામાં ફેરવવામાં આવશે. આમાંથી છ ટ્રેન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. આ નિર્ણયનો અમલ 12મી જાન્યુઆરીથી થશે.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે બાર ડબ્બાની ટ્રેનોને પંદર ડબ્બાની ટ્રેનોમાં ફેરવવાથી પ્રવાસીઓ માટે આશીર્વાદરૂપ રહેશે.

દરેક ટ્રેનમાં તેને કારણે પ્રવાસી વહન કરવાની ક્ષમતામાં 25 ટકાનો વધારો થશે. આ સાથે પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગમાં 15 ડબ્બાની ટ્રેન સેવા 132 પરથી 144 સુધી વધી જશે. સેવાઓની કુલ સંખ્યામાં આ નિર્ણયને કારણે કોઈ ફેરફાર નહીં થશે, એટલે કે, 79 એસી લોકલ સેવા સહિત 1383 સેવાઓ યથાવત રખાશે. બાંદરા- અમદાવાદ સુપરફાસ્ટ દરમિયાન બાંદરા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડાં પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો પણ પશ્ચિમ રેલવેએ નિર્ણય લીધો છે.

આ મુજબ 12 જાન્યુઆરીએ 091239 બાંદરાથી 19.25 કલાકે ઊપડી બીજા દિવસે 03.15 કલાકે અમદાવાદ પહોંચશે. 09140 ટ્રેન 13 જાન્યુઆરીએ 16.00 કલાકે ઊપડી 00.30 કલાકે બાંદરા પહોંચશે. માર્ગમાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરામાં થોભશે. બુકિંગ 11 જાન્યુઆરીથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...