મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ મંડળ તરફથી લેવામાં આવેલી બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ આવતા અઠવાડિયે જાહેર થશે. દસમા ધોરણનું પરિણામ જૂનના અંતમાં જાહેર થશે એવી માહિતી શિક્ષણમંત્રી વર્ષા ગાયકવાડે આપી હતી. ગયા વર્ષે કોરોનાના કારણે આ પરીક્ષાઓ થઈ શકી નહોતી. આ વર્ષે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોવાથી રાજ્યમાં ઓફ્ફલાઈન પદ્ધતિથી બે શિફ્ટમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી. છેલ્લા અનેક દિવસથી બારમા ધોરણના પરિણામ જાહેર થવાની તારીખ બાબતે સોશિયલ મીડિયામાં જુદા જુદા દાવા કરવામાં આવતા હતા. જો કે આ બાબતે શિક્ષણમંત્રીએ ઘોષણા કરી હતી.
બોર્ડના છેલ્લા પેપરના 60 દિવસ પછી પરિણામ જાહેર કરવામાં આવે છે. આ વર્ષે બારમા ધોરણની પરીક્ષા પંદર દિવસ મોડી શરૂ થઈ હોવાથી અમે પરિણામ 10 જૂન સુધી જાહેર કરશું એમ બોર્ડે જણાવ્યું હતું. એ અનુસાર બારમા ધોરણની પરીક્ષાનું પરિણામ આગામી અઠવાડિયે અને દસમા ધોરણનું પરિણામ જૂન મહિનાના અંતમાં જાહેર થશે એમ ગાયકવાડે જણાવ્યું હતું.
આ વર્ષે દસમા ધોરણની પરીક્ષા 15 માર્ચથી શરૂ થઈ અને 4 એપ્રિલ 2022ના પૂરી થઈ હતી. ગયા વર્ષે કોરોનાના ફેલાવાના કારણે પરીક્ષાઓ લઈ શકાઈ નહોતી. આ વર્ષે પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હોવાથી રાજ્યમાં ઓફ્ફલાઈન પદ્ધતિથી બે શિફ્ટમાં પરીક્ષાઓ લેવામાં આવી હતી. એના અંતર્ગત મોટા ભાગની પરીક્ષાઓની પહેલી શિફ્ટ સવારના સાડા દસથી બપોરે 2 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ બપોરે 3 થી 6.30 વાગ્યા સુધી હતી.
પેપર તપાસવાના બહિષ્કારના કારણે ચિંતા
મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂનના પહેલા કે બીજા અઠવાડિયામાં દસમા અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થાય છે. બોર્ડના વિષય મુજબ પેપર થયા પછી તરત શિક્ષકો પેપર તપાસવાનું શરૂ કરે છે. આ વર્ષે દસમા, બારમા ધોરણના છ-સાત પેપર હોવા છતાં હજી વિનાઅનુદાનિત શિક્ષકોએ એક પણ પેપર તપાસવા લીધું નહોતું. તેથી શિક્ષકોના પેપર તપાસવાના બહિષ્કારના લીધે દસમા અને બારમા ધોરણનું પરિણામ મોડું જાહેર થશે કે શું એવો પ્રશ્ન ઊભો થયો હતો. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.