ભાસ્કર વિશેષ:ન્યુરો ડિજનરેટિવ બીમારી પાર્કિન્સન પર સારવાર શક્ય

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈઆઈટી મુંબઈ તરફથી બ્લડટેસ્ટ ટેકનોલોજીનું પરીક્ષણ

પાર્કિન્સન બીમારી એક ન્યૂરો ડિજનરેટિવ બીમારી છે. એમાં મગજની સક્રિયતા નિષ્ક્રિયતામાં બદલાય છે. મગજની પેશીઓ ધીમે ધીમે કામ કરતી બંધ થાય છે અને એના લીધે શરીરના હલનચલન પર અસર થાય છે. લગભગ 50 વર્ષની ઉંમર વટાવ્યા બાદ આ બીમારી લક્ષણ દેખાય છે પણ એનું નિદાન તરત થતું નથી. આ જ પાર્શ્વભૂમિ પર પાર્કિન્સનનું નિદાન કે નિશ્ચિતતા કરતી બ્લડટેસ્ટનું સંશોધન આઈઆઈટી મુંબઈ તરફથી કરવામાં આવ્યું છે. કેઈએમ હોસ્પિટલના સહયોગથી દર્દીઓના નાના જૂથ પર આ પેટંટ મળેલી ટેકનોલોજીની મેડિકલ ટેસ્ટ અત્યારે ચાલુ છે.

વરિષ્ઠ નાગરિકોને આ સંશોધનનો વિશેષ ઉપયોગ થશે. તેમને તેમની બીમારીનું નિદાન સમયસર થવાથી એના પર જરૂરી સારવાર લઈને બાકીની જીંદગી સહેલાઈથી વીતાવી શકશે એવો વિશ્વાસ સંશોધન કરનારા પ્રોફેસરો વ્યક્ત કરી રહ્યા છે. ખાસ પ્રકારના ઝેરી પ્રોટીન્સ મગજમાં થતો સ્ત્રાવ પાર્કિન્સન થવા કારણભૂત હોય છે. આ સ્ત્રાવ મગજની પેશીઓને મૃતક બનાવવા માટે કારણભૂત થાય છે અને મગજને પહોંચતા લોહીના સ્ત્રાવમાં આડશ ઊભી કરીને શારીરિક હિલચાલ ધીમી પડવા માટે પણ કારણભૂત બને છે.

દરમિયાન આઈઆઈટી મુંબઈએ વિકસિત કરેલી ટેકનોલોજી, લોહી એવો થર ભેગો કરવામાં મદદ કરે છે જે ઝેરી પ્રોટીન્સ શોધવામાં મદદ કરે છે. આ ટેકનોલોજીની ચોકસાઈ 95 ટકા હોવાની માહિતી આ ટીમના પ્રમુખ અને આઈઆઈટીના ડિપાર્ટમેંટ ઓફ બાયોસાયન્સ અને બાયોએન્જિનિયરીંગના પ્રમુખ પ્રોફેસર સમીર માજીએ આપી હતી. આ ટેકનોલોજીને બજારમાં મૂકવા આઈઆઈટી મુંબઈમાં સુનીતા સંધી સેંટર ઓફ એજિંગ એન્ડ ન્યૂરોડિજનરેટિવ ડીસીઝ શરૂ કરવામાં આવ્યું છે. આઈઆઈટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી શરદ સંધી તરફથી મળેલા ડોનેશનમાંથી આ સેંટરની સ્થાપના કરવામાં આવી છે.

મગજ સંબંધિત બીમારીઓના નિદાન માટે મંચ
સ્કેન સેંટર જેવો મંચ સંશોધક અને એન્જિનિયરોને ભેગા મળીને ન્યૂરોડિજનરેટિવ બીમારીનો સામનો કરવા માટે આઈઆઈટી મુંબઈમાં ઉપલબ્ધ થયાની પ્રતિક્રિયા પ્રોફેસર માજીએ આપી હતી. સેંટરમાં ભવિષ્યમાં મોલિક્યુલર, સેલ્યુલર, બાયોકેમિકલ મેકેનિઝમ જેવા વિવિધ વિષય પર અભ્યાસ થશે. એના લીધે મગજ સાથે સંબંધિત વિવિધ બીમારીઓના નિદાન માટે મંચ તૈયાર થનાર હોવાથી આઈઆઈટી મુંબઈના જ ઈંડસ્ટ્રિયલ ડિઝાઈન સેંટરના માધ્યમથી આ ટેકનોલોજી સાથે સુસંગત એવી સાધનનિર્મિતી કરવાનો પ્રયત્ન કરશું એમ સંસ્થા તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...