ગંભીર નોંધ:આર્થિક છેતરપિંડી કરવા માટે બોગસ લોન એપ દ્વારા છટકું

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 31 એપ મહારાષ્ટ્ર સાઈબર વિભાગના સ્કેનર હેઠળ

રોકાણ, વ્યવસાય કે બીજા કોઈ કારણ માટે નાગરિકો લોન મેળવવાનો પ્રયત્ન કરે છે. આવા નાગરિકોને હેરાન કરીને તેમની આર્થિક છેતરપિંડી કરવા માટે સાઈબર ગુનેગારોએ બોગસ લોન એપની જાળ પાથરવાની શરૂઆત કરી છે. આવા એપના માધ્યમથી લોકોની છેતરપિંડી થઈ રહી હોવાથી મહારાષ્ટ્ર સાઈબર પોલીસે એની ગંભીર નોંધ લીધી છે.

બેંકનો વ્યાજદર, લોન મેળવવા માટે કરવી પડતી માથાકૂટ, કાગળપત્રોની મગજમારી કરવી ન પડે અને સહેલાઈથી લોન મળે એ માટે નાગરિકો ઓનલાઈન લોન ક્યાંથી મળશે એ શોધતા હોય છે. એનો ફાયદો ઉઠાવવા સાઈબર ગુનેગારોએ બોગસ લોન એપ પ્લે સ્ટોર પર મૂક્યા છે. એના દ્વારા નાગરિકોની છેતરપિંડી કરવામાં આવી રહી છે. બોગસ લોન એપનો વધતો માથાનો દુખાવો ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સાઈબર પોલીસે ગુગલને એક પત્ર લખીને તેની પાસેના 13 બોગસ લોન એપની યાદી તૈયાર કરી છે.

આ એપ શરતો અને ધોરણોનું પાલન કરતા ન હોય તો તેમને ગુગલ પ્લે સ્ટોરમાંથી કાઢી નાખો એવી સૂચના આપી છે. દરમિયાન વધુ 18 બોગસ લોન એપની માહિતી મળી છે અને તેમની બાબતમાં પણ ટૂંક સમયમાં ગુગલને પત્ર લખશું એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. બોગસ લોન એપના માધ્યમથી થઈ રહેલી છેતરપિંડી વિરુદ્ધ સાઈબર પોલીસ પાસે છેલ્લા થોડા દિવસમાં 1 હજાર 829 ઓનલાઈન ફરિયાદ મળી છે. સાઈબર પોલીસે ફરિયાદ સંબંધિત ઠેકાણાની પોલીસને જણાવી.

અન્ય સમાચારો પણ છે...