સુવિધા:કાંદિવલી, મીરા રોડ, કસારા અને નેરલ સ્ટેશનની કાયાપલટ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2024ની ચૂંટણી પહેલાં પ્રવાસીઓ માટે સુવિધા ઉપલબ્ધ થશે

મુંબઈના મોટા ભાગના રેલવે સ્ટેશનમાં સમય જતા પ્રવાસીઓનો તાણ વધ્યો છે. તેથી મુંબઈ રેલવે વિકાસ મહામંડળે એમયુટીપી-3એ અંતર્ગત મુંબઈના કાંદિવલી, મીરા રોડ, કસારા અને નેરલ એમ ચાર રેલવે સ્ટેશનમાં સુધારા કરવાનું નિયોજન કર્યું છે. દિવાળી પછી આ સ્ટેશનના કામ શરૂ થશે અને 2024ની ચૂંટણી પહેલાં રેલવે પ્રવાસીઓને આ સુવિધા ઉપલબ્ધ થશે.

સ્ટેશનના સુધારાઓમાં એલિવેટેડ ડેક, પૂર્વ-પશ્ચિમ જોડતો પુલ, પ્રવાસીઓની માગણી અનુસાર ટિકિટબારી, બીજી પ્રવાસી સુવિધાઓ, સુનિયોજિત એન્ટ્રી અને એક્ઝિટ જેવી સુવિધાઓનો સમાવેશ છે. બોરીવલી સ્ટેશન પ્રમાણે આ સુધારાઓ કરવામાં આવશે. કાંદિવલી સ્ટેશનની પશ્ચિમ દિશામાં 10.3 મીટર ઉંચો ડેક ઊભો કરવામાં આવશે.

તમામ રાહદારી પુલને એની સાથે જોડવામાં આવશે. એના માટે ઉતર દિશામાં 6 મીટર પહોળો રાહદારી પુલનો અને વચ્ચે 4 મીટર પહોળા પુલનું વિસ્તારીકરણ કરવામાં આવશે. મીરા રોડ સ્ટેશનમાં 11 મીટર ઉંચો ડેક ઊભો કરવામાં આવશે. અત્યારની ટિકિટબારી, રિઝર્વેશન કાર્યાલય, રેલવે કાર્યાલય બીજે ખસેડવામાં આવશે.

10 મીટર પહોળા પુલને સ્કાયવોકથી જોડવામાં આવશે. આ બંને સ્ટેશન માટે 125 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. એમયુટીપી-3એ પ્રકલ્પોમાંથી સ્ટેશન સુધારા પ્રકલ્પમાં 19 રેલવે સ્ટેશનનો સમાવેશ છે. માર્ચ 2019માં આ પ્રકલ્પ મંજૂર થયો. કોરોનાના કારણે આ તમામ કામ વિલંબમાં પડ્યા.

સ્ટેશન સુધારામાં ચાર સ્ટેશનના કામની શરૂઆત થવાની હોવાથી રેલવે સ્ટેશનોની કાયાપલટ કરવાની ક્ષમતાવાળા આ પ્રકલ્પની શરૂઆત થશે. 36 મહિનામાં ચાર સ્ટેશનના કામ પૂરા થશે. કેટલીક સુવિધા 18 મહિનામાં વાપરવા ઉપલબ્ધ થશે એમ મુંબઈ રેલવે વિકાસ મહામંડળના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક સુભાષચંદ ગુપ્તાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...