અંધાધૂંધ કારભાર:બાવીસ આરોગ્ય અધિકારીની બદલી 24 કલાકમાં રોકી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત ઝુંબેશનું કારણ આપ્યું

જિલ્લા શલ્ય ચિકિત્સક, જિલ્લા આરોગ્ય અધિકારી સહિત 22 અધિકારીઓની બદલીના આદેશ આરોગ્ય વિભાગે બહાર પાડ્યા હતા. તેમાં 24 કલાકમાં જ બદલીઓ સામે સ્ટે આપવાનો આદેશ આરોગ્ય મંત્રી તાનાજી સાવંતે આપ્યો છે. આરોગ્ય વિભાગના આ અંધાંધૂધ કારભાર પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.સાવંતે સ્પષ્ટીકરણ આપ્યું છે કે હાલમાં રાજ્યમાં માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત ઝુંબેશ ચાલી રહી છે. આથી જ આ બદલીઓ હંગામી ધોરણે રોકવામાં આવી છે. આ મુજબનો પત્ર પણ સાવંતે જારી કર્યો છે. રાજ્યના 17 તબીબી અધિકારીઓના સહસંચાલક, ઉપ સંચાલક અને પાંચ જણને જિલ્લા શલ્ય ચિકિત્સક પદનો કારભાર સોંપવામાં આવ્યો હતો.

જિલ્લા આરોગ્ય અધિકારી, તબીબી અધિકારી, વિશેષ નિષ્ણાત, જિલ્લા શલ્ય ચિકિત્સક સહિતની અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી, જ્યારે અમુકની બદલી કરાઈ હતી.બદલીનો આદેશ આવતાં જ સોમવારે આ અધિકારીઓ તેમની નવી જગ્યાએ હાજર થવાની તૈયારીમાં હતા. જોકે આ બદલીઓને 24 કલાકની અંદર સાવંતે સ્ટે આપવાથી નવી જગ્યાએ હાજર થવા માટે નીકળેલા અધિકારીઓને પાછા મૂળ જગ્યાએ આવી જવું પડ્યું છે.સાવંતે આ માટે એક પત્ર જારી કર્યો છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે માતા સુરક્ષિત ઘર સુરક્ષિત ઝુંબેશ ચાલી હોવાથી પ્રશાસકીય. કારણોસર 11 નવેમ્બરના રોજ પ્રશાસકીય બદલીની અમલબજાવણી આગામી આદેશ સુધી રોકવામાં આવે છે.

સાવંતના આ નિર્ણયને લીધે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.સાવંતની સંકલ્પનામાંથી હાલ રાજ્યમાં માતા સુરક્ષિત ઘર સુરક્ષિત ઝુંબેશ ચાલી રહી છે. જોકે મહિલાઓનો નબળો પ્રતિસાદ જોતાં તેને દિવાળી સુધી મુદતવધારો આપવામાં આવ્યો હતો. આ પછી પણ ઓછી તપાસ થઈ હતી. ફરી 15 નવેમ્બર સુધી તેને મુદત વધારો આપવામાં આવ્યો હતો. આ ઝુંબેશ પૂરી થવામાં બે દિવસ જ બાકી હતા જેમાં પણ એક રવિવારનો સમાવેશ છે. તો પછી સોમવારે પૂરી થઈ રહેલી ઝુંબેશનું કારણ આપીને બદલીઓ રોકવાનો શું ઉદ્દેશ છે એવો પ્રશ્ન હવે પૂછવામાં આવી રહ્યો છે.

માતા સુરક્ષિત ઝુંબેશ શું છે
ઘરની મહિલા પોતાના કુટુંબ માટે વિવિધ ભૂમિકા નિભાવતી વખતે તેની પોતાની તબિયત તરફ દુર્લક્ષ થાય છે. કુટુંબ પ્રત્યે પ્રેમની ભાવના, માતૃત્વનો આધાર અને ફરજ પ્રત્યે સંવેદનશીલતાને લીધે તે ઘર માટે સતત મહેનત લે છે. આવું કરવા સમયે તે પોતાની ભાવના, સ્વાસ્થ્ય, તબિયત તરફ દુર્લક્ષ સેવે છે. કુટુંબની કાળજી લેનારી માતાઓ- બહેનોના આરોગ્યની કાળજી લેવા માટે રાજ્ય સરકારે નવરાત્રિ નિમિત્તે માતા સુરક્ષિત તો ઘર સુરક્ષિત ઝુંબેશ હાથમાં લીધું હતું. રાજ્યમાં 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ, માતા, ગર્ભવતી મહિલાઓની આરોગ્ય તપાસ 26 સપ્ટેમ્બરથી શરૂ કરી. હવે રાજ્યની બધી મહિલાઓની આરોગ્ય તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચલાવવા સાવંતે નિર્ધાર વ્યક્ત કર્યો છે. એકાત્મિક બાળ વિકાસ સેવા યોજના અને આરોગ્ય વિભાગના સમન્વય સાથે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...