આગાહી:રાજ્યમાં આગામી ત્રણ દિવસ મૂશળધાર વરસાદની આગાહી

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉતર કોકણમાં અનેક ગામને સતર્ક રહેવાનો ઈશારો

રાજ્યમાં પોરો ખાનાર વરસાદ ફરીથી સક્રિય થશે એવી માહિતી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે. ગયા અઠવાડિયે સંપૂર્ણ રાજ્યમાં મૂશળધાર વરસાદનો અંદાજ આપવામાં આવ્યો હતો. હવે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ફરીથી મૂશળધાર વરસાદ પડશે એવો ઈશારો આપવામાં આવ્યો છે. હવામાન ખાતા તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી ત્રણ દિવસમાં મધ્યમથી મૂશળધાર વરસાદની શક્યતા છે. વિદર્ભમાં કેટલાક ભાગમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદની શક્યતા છે. મહિનાની શરૂઆતમાં થયેલા મૂશળધાર વરસાદના લીધે અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ નિર્માણ થઈ હતી. કૃષિ વિભાગની માહિતી અનુસાર જુલાઈના ત્રીજા અઠવાડિયામાં પડેલા વરસાદના કારણે મહારાષ્ટ્રમાં 8 લાખ હેકટર પર ઊભેલો પાક નાશ પામ્યો છે. જો કે હવે ફરીથી હવામાન ખાતાએ રાજ્યમાં જોરદાર વરસાદનો ઈશારો આપ્યો છે.

ઉત્તર કોકણમાં 25 થી 28 જુલાઈ સુધી બધે મૂશળધાર વરસાદ પડશે. તેથી અનેક ગામને સતર્ક રહેવાનો ઈશારો આપવામાં આવ્યો છે. અઠવાડિયાના અંતે વરસાદનું જોર ઓછું થશે એવી માહિતી આઈએમડી તરફથી આપવામાં આવી છે. દક્ષિણ કોકણ અને ગોવામાં પણ 25 થી 28 જુલાઈ સુધી અતિમૂશળધાર વરસાદનો ઈશારો આપવામાં આવ્યો છે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્રમાં આ અઠવાડિયે સામાન્ય વરસાદ પડશે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં બે દિવસ વરસાદનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે એ પછી સામાન્ય વરસાદ પડશે. મરાઠવાડામાં 28 જુલાઈ સુધી સામાન્ય વરસાદ પડશે. પશ્ચિમ વિદર્ભમાં 27 જુલાઈ સુધી મૂશળધાર વરસાદનો ઈશારો આપવામાં આવ્યો છે. એ પછી 28 જુલાઈના થોડો ઘણો વરસાદ પડશે એવી માહિતી હવામાન ખાતા તરફથી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...