ભાસ્કર વિશેષ:માનખુર્દથી થાણેનો પ્રવાસ હવે ઝડપી બનતા સમયની બચત

મુંબઈ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેડાનગરના ફ્લાયઓવરનું કામ પૂરું થતા ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થાય તેવી શક્યતાં

છેડાનગર ખાતેના 1.235 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું કામ પૂરું થયું છે. તેથી મુખ્યમંત્રીના હસ્તે ગુઢીપાડવાના મૂરત પર આ પુલનું ઉદઘાટન કરવાની એમએમઆરડીએની ઈચ્છા છે. આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો થતાં છેડાનગર જંકશન ભાગમાં ટ્રાફિકજામની સમસ્યા દૂર થશે અને માનખુર્દથી થાણે પ્રવાસ વઝુ ઝડપથી થઈને સમયની ઘણી બચત થશે.

ઈસ્ટર્ન ફ્રી વે પરથી અડચણ વિના આવતા વાહન છેડાનગર જંકશનમાં ટ્રાફિકજામમાં અટવાઈ જાય છે. તેથી એમએમઆરડીએએ છેડાનગર પરિવહન સુધારો પ્રકલ્પ શરૂ કર્યો હતો. આ પ્રકલ્પ અંતર્ગત છેડાનગર ખાતે ત્રણ ફ્લાયઓવર અને એક સબવે બાંધવામાં આવે છે. એમાંથી સૌ પ્રથમ ત્રણ લેનનો પુલ 680 મીટર લાંબો છે.

આ પુલ સાયન અને થાણેને જોડતા માર્ગ પર છે. બીજો બે લેનનો 1 હજાર 235 મીટર લાંબો ફ્લાયઓવર માનખુર્દ અને થાણેને જોડતા માર્ગ પર છે. ત્રીજો 638 મીટર લાંબો છેડાનગર ફ્લાયઓવર સાંતાક્રુઝ-ચેંબુર લિન્ક રોડને જોડવામાં આવ્યો છે. એના માટે 249.29 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે.

ત્રણ ફ્લાયઓવરમાંથી 638 મીટર લાંબો છેડાનગર ફ્લાયઓવર માર્ચ 2022માં વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. છેડાનગર ફ્લાયઓવર સહિત 518 મીટર લાંબો અને 37.5 મીટર પહોળા સબવેનો પ્રથમ તબક્કો પણ વાહનવ્યવહાર માટે ખુલ્લો થયો છે. હવે છેડાનગર જંકશન પરિસરના 1 હજાર 235 મીટર લાંબો માનખુર્દ અને થાણેને જોડતા રસ્તા પરના પુલનું કામ પૂરું થયું હોવાની માહિતી એમએમઆરડીએના વરિષ્ઠ અધિકારીએ આપી હતી.

તેમ જ એનું ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે ગુઢીપાડવાના દિવસે 22 માર્ચના કરવાની ઈચ્છા છે એમ તેણે જણાવ્યું હતું. આ બાબતે મહાનગર આયુક્ત એસ.વી.આર. શ્રીનિવાસે જણાવ્યુ કે આ પુલનું કામ પૂરું થયું છે અને આગામી સાતઆઠ દિવસમાં પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

30 થી 45 મિનિટની બચત
ઈસ્ટર્ન ફ્રી વે પરથી આવેલા વાહન થાણેની દિશામાં જતા સમયે છેડાનગર જંકશન પરિસરના ટ્રાફિકજામમાં અટવાતા હતા. એમાં 30 થી 45 મિનિટનો સમય વેડફાતો હતો. જો કે છેડાનગર ખાતેના 1 હજાર 235 મીટર લાંબો પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યા બાદ આ સમયની બચત થશે.

અન્ય સમાચારો પણ છે...