પત્ની છોડીને જતી રહેતા એક વ્યક્તિએ દારૂના નશામાં મુંબઈના કુર્લા, સીએસએમટી, દાદર ખાતે બોમ્બ ધડાકા કરવામાં આવશે અને હુમલાખોરો ગુજરાતથી ઘોડબંદર માર્ગે મુંબઈ આવશે એવી ધમકી મુંબઈ પોલીસ નિયંત્રણ કક્ષને ફોન પર આપી હતી.
આ ધમકી આપનાર પંજાબ શિવાનંદ થોરવે (33)ની ઔરંગાબાદના એમઆઈડીસી વાળૂજ પોલીસે મધરાતે રાંજણગાવથી ધરપકડ કરી હતી.પોલીસે આપેલી માહિતી અનુસાર મુંબઈ પોલીસના નિયંત્રણ કક્ષના નંબર પર એક અજાણી વ્યક્તિએ ફોન કર્યો હતો. મુંબઈના કુર્લા, દાદર, સીએસએમટીમાં બોમ્બ ધડાકા કરવામાં આવશે એવી માહિતી આપી. પરિસ્થિતિની ગંભીરતા જોતા પોલીસે ફોન કરનાર અજાણી વ્યક્તિની તપાસ શરૂ કરી. એ સમયે મુંબઈ પોલીસે ટેકનિકલ તપાસ કરીને ફોન કરનારના મોબાઈલનું લોકેશન તપાસતા એ વાળૂજ એમઆઈડીસીમાં હોવાનું જણાયું. ફોન કરનારાનું લોકેશન સ્પષ્ટ થતા જ મુંબઈ પોલીસે તરત એમઆઈડીસી વાળૂજ પોલીસને આ બાબતની માહિતી આપી.
એ પછી પોલીસ ઈન્સ્પેક્ટર સંદીપ ગુરમેના માર્ગદર્શન હેઠળ ટીમે મોબાઈલ લોકેશનના આધારે ફોન કરનારની રાંજણગાવ ખાતે શોધ શરૂ કરી. પણ મોબાઈલ સ્વિચઓફ્ફ આવતો હતો. પોલીસે આ શોધખોળની માહિતી એમટીડી મશીન પર અપલોડ કરી હતી અને પછી ફોન કરનારને શોધીને તાબામાં લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.