તપાસ:મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર ધમકીના મેસેજ પાકિસ્તાનથી

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ પ્રોવાઈડર કંપની દ્વારા કેન્દ્ર અને મુંબઈ પોલીસને માહિતી અપાઈ

મુંબઈમાં 26/11ના ત્રાસવાદી હુમલા પ્રમાણે આતંકવાદી હુમલો કરવાનો દાવો કરતા ગયા મહિને મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલા કથિત ધમકી સંદેશાઓ પાકિસ્તાનના ઈન્ટરનેટ પ્રોટોકોલ સરનામાથી મોકલવામાં આવ્યા હતા. વીપીએનના આંતરરાષ્ટ્રીય સેવા પ્રદાતાએ ગુરૂવારે ભારત સરકારને, ખાસ કરીને મુંબઈ પોલીસને પુષ્ટિ આપી હતી કે, ધમકી સંદેશ પાકિસ્તાન તરફથી પ્રોક્સી સર્વર દ્વારા મોકલવામાં આવ્યો હતો. ભારત-પાકિસ્તાન સંબંધો અને પાકિસ્તાનની ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (આઇએસઆઇ) જે કાશ્મીરમાં આતંકવાદ સહિત સમગ્ર ભારતમાં મોટા આતંકવાદી હુમલાઓ કરવામાં હંમેશા મુખ્ય ભૂમિકા ભજવી રહી છે, ત્યારે પાકિસ્તાન તરફથી ધમકીભર્યો સંદેશ મોકલવામાં આવ્યો હોવાની પુષ્ટિ મહત્ત્વપૂર્ણ છે.

જુલાઈ 2006માં મુંબઈમાં લોકલ ટ્રેનમાં સિરિયલ બ્લાસ્ટ, 2001માં સંસદ પરનો આતંકવાદી હુમલો, વારાણસીમાં બોમ્બ ધડાકો અને નવેમ્બર 2008માં મુંબઈમાં આતંકી હુમલોમાં આઇએસઆઇની મહત્વની ભુમિકા બહાર આવી હતી. પ્રારંભિક ટેકનિકલ તપાસમાં યુકેના આઇપી એડ્રેસની શક્યતા દર્શાવવામાં આવી હતી, જો કે સેવા પ્રદાતાએ હવે પુષ્ટિ કરી છે, કે કથિત ધમકી સંદેશો પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરીને પાકિસ્તાનના આઇપી એડ્રેસ દ્વારા મોકલવામાં આવ્યો હતો, તપાસ સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા એજન્સી પાકિસ્તાનને પત્ર લખશે અને આઈપી એડ્રેસની વિગતો માંગશે તે સારી રીતે જાણે છે કે ત્યાં નબળો પ્રતિસાદ આવશે કે કોઈ જવાબ નહીં મળે. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું, કે યુપી અને હરિયાણાના બિજનૌરના 10 યુવાનો કે જેમના નામ કથિત ધમકીભર્યા સંદેશાઓમાં દર્શાવવામાં આવ્યા હતા, તેઓને ક્લીનચીટ આપવામાં આવી છે, પરંતુ તેઓ સામે તપાસ ચાલુ રખાશે કે ધમકી મોકલનારાઓએ તેમના નામ અને મોબાઈલનો ઉપયોગ શા માટે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...