ધરપકડ:12 વર્ષના બાળકનું અપહરણ કરી દોઢ કરોડ માગનારા સુરતથી ઝડપાયા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ મહિલા સહિતના આરોપીઓ મૂળ રાજકોટ અને ભાવનગરના રહેવાસી

કલ્યાણના માનપાડામાં રહેતા રણજિત સોમેન્દ્ર ઝા (42)ના 12 વર્ષના પુત્ર રુદ્રાનું અપહરણ કરીને છુટકારો માટે દોઢ કરોડ માગનારા ત્રણ મહિલા સહિતના પાંચ આરોપીઓને પોલીસે ભારે જહેમત ઉઠાવીને સુરતથી ઝડપી લીધા છે અને બાળકનો સુરક્ષિત રીતે છુટકારો કર્યો છે. આરોપીઓ મૂળ રાજકોટ અને ભાવનગરના રહેવાસી હોવાનું અને રીઢા ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે.9 નવેમ્બરે સવારે 8.00 વાગ્યે રુદ્રા ક્લાસમાં ગયો પરંતુ રોજ મુજબ 10.00 વાગ્યે ઘેર પાછો આવ્યો નહીં. આ પછી તેના પિતાને ફોન કોલ આવ્યો કે તમારો પુત્ર અમારી પાસે છે. તેના છુટકારા માટે રૂ. 1 કરોડની વ્યવસ્થા કરવામાં આવે.

ઝાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસની 20 ટીમો તૈયાર કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી.આરોપીઓ એક કારમાં બાળકનું અપહરણ કરી ગયા હતા, જેની નંબર પ્લેટ ખોટી લગાવી હતી. ઉપરાંત ગુજરાત તરફ ભાગતી વખતે તેઓ ગામડાઓમાંથી જતા હતા, જેને લીધે પોલીસને તેમનું પગેરું મેળવવામાં મુશ્કેલી થતી હતી. વિવિધ ટીમો તેમને અલગ અલગ જગ્યાએ શોધતી હતી, પરંતુ સફળતા મળતી નહોતી.આ પછી બીજા દિવસે ફરીથી ઝાને ફોન કરીને આરોપીઓએ કહ્યું, તુમ મુઝે સિરિયલ નહીં લે રહે હો, અબ તુમ્હે એક નહીં દેઢ કરોડ રૂપિયા દેને હોંગે. ત્રણ કલાકમાં આ પૈસા માગ્યા હતા.

પોલીસની ટીમ નાશિક, પાલઘર, સુરતમાં મોકલવામાં આવી હતી, જે આરોપીઓનું પગેરું મેળવવા સતત્પ્રયાસ કરતી હતી, પરંતુ આરોપીઓ એટલા ચાલાક હતા કે પોલીસ પહોંચે તે પૂર્વે છટકી જતા હતા.તપાસમાં સૂત્રધાર ફરહદશા ફિરોજશા રફાઈ હોવાનું જણાયું હતું, જેની સામે ગુજરાતમાં ડબલ મર્ડર, ઘરફોડી, દારૂનું વેચાણ જેવા અનેક ગંભીર ગુના બોલાતા હતા. દરમિયાન આરોપીઓ જંગલમાંથી પાલઘર બાજુથી ગુજરાતમાં પલાયન કરી રહ્યા છે એવી માહિતી મળતાં એક ટીમે મુંબઈ - અમદાવાદ હાઈવે પર વાહનને આંતરીને પીછો કર્યો હતો, ગુજરાત રાજ્યના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની પણ મદદ લેવામાં આવી હતી.

જોકે તે છતાં આરોપીઓ જંગલ માર્ગે અને સમયાંતરે વાહનો બદલીને ભાગી ગયા હતા. આખરે 12 નવેમ્પરે વિશ્વસનીય માહિતીને આધારે સુરતમાંથી આરોપીઓને ઝડપી લેવાયા હતા અને બાળકનો સુરક્ષિત છુટકારો કરવામાં આવ્યો હતો.આરોપીઓ એક જ પરિવારના આરોપીઓમાં સૂત્રધાર ઑ ફરહદશા (26) મૂળ રાજકોટનો છે, તેનો સાળો પ્રિંસકુમાર રામનગીના સિંહ શ્ર24) ભાવનગરનો છે, જ્યારે ફરહદશાની પ્રેમિકા શાહીન મેહતર (27) રાજકોટની, બહેન ફરહીન સિંહ (20) ભાવનગરની અને પત્ની નાઝિયા (25) રાજકોટની છે. આ પરિવાર ગુનાહિત પ્રવૃત્તિનો છે અને ખંડણી વસૂલ કરવા માટે તેમણે બાળકનું અપહરણ કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

આ ટીમોએ કામગીરી પાર પાડી
થાણે શહેરના કમિશનર જયજિત સિંહ, જોઈન્ટ કમિશનર દત્તાત્રય કરાળે, એડિશનલ કમિશનર સંજય જાધવ, અશોક મોરાળે, દત્તાત્રય શિંદેના માર્ગદર્શનમાં સચિન ગુંજાળ, સુનિલ કુરાડે, ઉમેશ માને, પરદેશી, શેખર બાગડે, અશોક હોનમાને, મધુકર ફડ, બાળાસાહેબ પવાર, સુરેશ મદને, મોહન ખંડારે, રાજેન્દ્ર અહિરે, પ્રદીપ પાટીલ, અવિનાશ વનવે, શ્રીકૃષ્ણ ગોરે, સુનીલ તારમળે, અનિલ ભિસે, ખિલ્લારે, કોળી સહિતની ટીમે આ મહત્ત્વપૂર્ણ કામગીરી પાર પાડી હતી

અન્ય સમાચારો પણ છે...