• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • There Will Be 180 Stalls In The Fabric Fair To Be Held In Mumbai, Textile Merchants Mahajan Will Be Held On 29 30 June At Hotel Sahara Star.

કાપડનો મેળો:મુંબઈમાં યોજાનાર ફેબ્રિક ફેરમાં 180 સ્ટોલ હશે,29-30 જૂને હોટેલ સહારા સ્ટારમાં ટેકસટાઈલ મરચન્ટ્સ મહાજનનું આયોજન

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજનના ઉપક્રમે ‘‘એમટીએમએમ ફેબ્રિક ફેર-૨૦૨૨’’ તા. 29-30 જૂનના મુંબઈ ઍરપોર્ટ પાસે હોટેલ સહારા સ્ટારના સેફાયર બેન્કવેમાં યોજાશે. મુંબઈમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો કાપડનો મેળો બની રહેશે. ફેરમાં 180 સ્ટોલ હશે. સિયારામ મિલે 1500 ચોરસફીટ કદની મિટિંગ લૉન્જ રાખી છે જ્યાં બિઝનેસ નેટવર્કિંગ સેશન યોજી શકાશે.

ફેરમાં ફોર્મલ, કેઝયુઅલ, એથનિક, કિડ્સ વેર, યુનિફોર્મ કાપડ, શર્ટિગ્સ, શૂટિંગ, ડ્રેસ મટીરિયલ્સ, ઇન્ટર - લાઇનિંગ, બનારસી કાપડ, ટેન્સિલ, એમ્બ્રોઈડર્ડ કાપડ, હેન્ડડાઈડ અને ડાયેબલ કાપડ, મહિલાઓનું વેસ્ટર્ન વેર કાપડ, ફૅન્સી જેકાર્ડ, ફેન્સી દુપટ્ટા, પ્યોર લીનન, લાયકા કાપડ, કુર્તી કાપડ સહિતની કાપડની વિસ્તૃત શ્રેણી પ્રદર્શિત થશે.

મહાજનના માનદ્મંત્રી સુનિલ જે. મજીઠિયા અને ફેર કમિટીના કન્વિનર ભાવેશ એચ. ગોરડિયાએ જણાવ્યું હતું કે આ ફેર યોજવાનો હેતુ મુંબઈના કાપડ બજારોની રોનક અને ખાસ કરીને ગુમાવેલું ગૌરવ પાછો મેળવવાનો છે. મુંબઈના સી વોર્ડમાં કાપડની નાની મોટી 12 માર્કેટો છે અને 15000 કાપડના વેપારીઓ છે. આ બીટુબી કાપડ ફેર હોવાથી અત્રે માત્ર વેપારીઓ, ગાર્મેન્ટ ઉત્પાદકો, રિટેલરો, ફૅશન ડિઝાઈનરો, બાઈંગ એજન્ટ હાઉસો, આયાતકારો, નિકાસકારો, દલાલો, દરજીઓ, ફૅશન બુટિક એકમોને નિ:શુલ્ક પ્રવેશ અપાશે, પણ રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે.

બે દિવસની આ મેગા ઇવેન્ટમાં 10 હજારથી વધુ ટ્રેડ મુલાકાતીઓ પધારશે એવી ધારણા છે. આ બીટુબી ફેર હોવાથી આમાં આમજનતાને પ્રવેશ અપાશે નહીં, મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજનની ફેર કમિટિમાં સુનિલ જે. મજીઠિયા, ભાવેશ એચ. ગારોડિયા, દિવ્યેશ એમ. પંચમતિયા, આનંદ કોઠારી, આનંદ શારડા અને નિરવ મહેતાનો સમાવેશ થાય છે.+

કાપડના ભાવમાં 35-40 ટકા વધારો
મુંબઈ ટેક્સટાઈલ મર્ચન્ટ્સ મહાજનના પ્રમુખ કનુભાઈ પી. નરસાણે જણાવ્યું હતું કે કાપડના ભાવો છેલ્લા ચારેક મહિનામાં 35-40 ટકા વધી ગયા છે. કાપડના ભાવો વ્યાજબી સપાટીએ સ્થિર રહે તે માટે રૂ- સુતરની નિકાસપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ અને વેલ્યુએડેડ કાપડ, મેઈડઅપ્સ, ગારમેન્ટસની નિકાસને વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. રૂ નો વાયદો બંધ કરવો જોઈએ અને કોટન યાર્નની કાર્ટેલ સામે પગલાં લેવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...