મહત્ત્વપૂર્ણ ચુકાદો:રકારી જમીન પર અતિક્રમણ કરનારના વારસદારને રાહત, ... તો લોકપ્રતિનિધિ પર અપાત્રતાની કાર્યવાહી અયોગ્ય

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારી જમીન પર અતિક્રમણ કરવા પ્રકરણે ગ્રામ પંચાયતમાં નિયુક્ત સભ્યના કુટુંબના કાયદેસર વારસદારે અતિક્રમણ કર્યું હોય તો સભ્ય અપાત્રતાની કાર્યવાહી માટે પાત્ર ઠરે છે એવું કાયદેસર ચિત્ર સ્પષ્ટ છે. જોકે નિયુક્ત સભ્ય અતિક્રમણ કરવા માટે કારણભૂત કાયદેસર વારસદાર સાથે રહેતો નહીં હોય તો તેની પર અપાત્રતાની કાર્યવાહી થઈ નહીં શકે એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ હાઈ કોર્ટે આપ્યો છે.આબાસાહેબ તાંબે વિરુદ્ધ કુણાલ બેંડભરના પ્રકરણમાં જસ્ટિસ નીતિન સાંબ્રેએ આ ચુકાદો આપીને કુણાલ વિરુદ્ધ આદેશ આપવાનો ઈનકાર કર્યો.

ગયા વર્ષે જાન્યુઆરીમાં પુણે જિલ્લાના શિરૂર તાલુકાના પિંપળે- જગતાપ ગામની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુણાસ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો હતો. આ પછી આબાસાહેબે કુણાલ વિરુદ્ધ પુણે જિલ્લાધિકારી પાસે ફરિયાદ દાખલ કરી હતી. કુણાલના પિતા અરુણે ગામની સરકારી જમીન પર અતિક્રમ કર્યું હોવાથી કુણાલને અપાત્ર ઠરાવવામાં આવે એવી આબાસાહેબની વિનંતી માન્ય કરીને પુણે જિલ્લાધિકારીએ 1 ડિસેમ્બર, 2021ના રોજ તેવો આદેશ જારી કર્યો હતો.જોકે તેની વિરુદ્ધ કુણાલે અપીલ કર્યા પછી વિભાગીય એડિશનલ કમિશનરે 23 જૂન, 2022ના રોજ જિલ્લાધિકારીનો આદેશ રદબાતલ કર્યો હતો.

તેની વિરુદ્ધ આબાસાહેબે એડવોકેટ સાગર જોશી મારફત રિટ અરજી કરી હતી. તેની પર સુનાવણી દરમિયાન કુણાલ તરફથી એડ. સંજીવ સાવંત અને એડ. અભિષેક દેશમુખે સુપ્રીમ કોર્ટે જનાબાઈના કેસમાં આપેલા ચુકાદાના એક વિશિષ્ટ નિષ્કર્ષ તરફ જસ્ટિસ સાંબ્રેનું ધ્યાન ખેંચ્યું હતું.અપાત્રતાની કાર્યવાહી કેમ નહીં : સરકારી જમીન પર અતિક્રમણ પોતે કર્યું નહીં હોઈ કુટુંબના સભ્યએ કર્યું છે એવો બચાવ અનેક ગ્રામ પંચાયતમાં સભ્યો દ્વારા કરાતો હોવાનું અગાઉ જોવા મળ્યું છે. આ ધ્યાનમાં લેતાં સુપ્રીમ કોર્ટે જનાબાઈ કેસમાં ચુકાદામાં મહત્ત્વના નિર્દેશ આપ્યા હતા.

સરકારી જમીનનું અતિક્રમણથી રક્ષણ કરવું તે પંચાયતના સભ્યોની વૈધાનિક ફરજ હોય છે. આથી અપાત્રતા સંબંધમાં મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત કાયદાની વ્યક્તિ આ સંજ્ઞાનો વિચાર કરતાં ફક્ત સંબંધિત ગ્રામ પંચાયત સભ્ય એવી સંકુલિત વ્યાખ્યા થઈ શકે નહીં. તેમાં તેના કાયદેસર વારસદાર પણ આવે છે એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે તે કેસમાં આપ્યો હતો.

હાઈ કોર્ટે શેનો આધાર લીધો :સુપ્રીમ કોર્ટના તે ચુકાદાનો આધાર લેતાં હાઈ કોર્ટે આ વર્ષે 23 જૂને જસ્ટિસ સાંબ્રેએ શહાજી જાધવ વિરુદ્ધ ઉત્તમ પાટીલ પ્રકરણમાં ચુકાદો આપ્યો હતો. તે પ્રકરણમાં શહાજીએ અગાઉ વેચાતી લીધેલી અતિક્રમણ કરેલી જમીન બક્ષીસપત્ર દ્વારા પિતાને નામે કરી હતી અને પિતાના નિધન પછી તે જમીનમાં પોતાને રસ નથી એવું પ્રશાસનને જણાવ્યું હતું. આ જ રીતે તે જમીન પોતાના કબજામાં નહીં હોવાનો દાવો પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...