લેખાજોખા:મુંબઈના વિધાનસભ્યોના બે વર્ષમાં કરેલા કામના લેખાજોખા જાહેર થયા

મુંબઈ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજા ફાઉન્ડેશનના પુસ્તકમાં 31 વિધાનસભ્યોના કામનો કયાસ કાઢવામાં આવ્યો

પ્રજા ફાઉન્ડેશને મુંબઈના વિધાનસભ્યોનું પ્રગતિ પુસ્તક જારી કર્યું છે. માર્ક્સમાં કોંગ્રેસના અમિન પટેલ પ્રથમ ક્રમે, ભાજપના પરાગ અળવણી દ્વિતિય ક્રમે અને શિવસેનાના સુનીલ પ્રભુ તૃતીય ક્રમે છે. શિવસેનાના રવિન્દ્ર વાયકર અને પ્રકાશ સુર્વે, ભાજપના મંગલપ્રભાત લોઢા અને રાહુલ નાર્વેકરને સૌથી ઓછા માર્ક્સ મળ્યા છે.

પ્રજા ફાઉન્ડેશને મુંબઈના વિધાનસભ્યોએ છેલ્લા બે વર્ષમાં કરેલા કામ, વિધાનસભા સભાગૃહમાં રજૂ કરેલા પ્રશ્નો પર આધારિત પ્રગતિ પુસ્તક જાહેર કર્યું છે. શિયાળુ સત્ર 2019 થી ચોમાસુ સત્ર 2021ના સમયગાળામાં પ્રગતિ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. એમાં 31 વિધાનસભ્યોએ તેમના મતદારસંઘમાં જનતાએ ઉપસ્થિત કરેલા પ્રશ્ન સંદર્ભે આ પ્રગતિ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

એમાં 5 મંત્રીઓને બાકાત રાખવામાં આવ્યા છે. કોવિડ-19ના સમયમાં 2020માં મહારાષ્ટ્ર વિધાનસભાનું કામકાજ ફક્ત 18 દિવસ થયું હતું અને લોકડાઉન (24 માર્ચ પછી) ફક્ત ચાર દિવસ થયું. કુલ 19 રાજ્યની વિધાનસભાના કામકાજના આંકડાઓ ઉપલબ્ધ છે અને એ અનુસાર 2020માં સત્રના સમય અનુસાર મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભા દસમા ક્રમે છે. કર્ણાટક અને રાજસ્થાન પહેલા અને દ્વિતિય ક્રમે (અનુક્રમે 31 અને 29 દિવસ કામકાજ) છે.

જવાબદારીઓની પૂર્તી બાબતે મૂલ્યાંકન : લોકપ્રતિનિધીના સંબંધે મુંબઈના વિધાનસભ્યોએ તેમના બંધારણીય અને કાયદાકીય જવાબદારીઓની પૂર્તી કેવી રીતે કરી છે? એનું મૂલ્યાંકન આ પ્રગતિ પુસ્તકમાં કર્યું છે. તેમની કામગિરી અનુસાર વિધાનસભ્યોની શ્રેણી નક્કી કરવામાં આવી છે. મુંબઈના 31માંથી 13 વિધાનસભ્યોને 50 ટકા કે એના કરતા વધુ માર્ક્સ મળ્યા છે.

ઉપસ્થિતિની બાબતમાં 31માંથી 30 વિધાનસભ્યોએ 80 ટકા કરતા વધુ માર્ક્સ મેળવ્યા છે. 2009-10 સત્ર અને 2019-20 સત્રની સરખામણી કરીયે તો 2019-20માં ગુનેગારી પાર્શ્વભૂમિવાળા વિધાનસભ્યોમાં 27 ટકા વધારો થયો છે. વિધાનસભાના સભાગૃહમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નની સંખ્યા છેલ્લા દસ વર્ષની સરખામણીએ કરીયે તો 74 ટકા ઓછા થયા છે.

મુંબઈના ટોપ 5 વિધાનસભ્ય
મૂલ્યાંકનમાં સૌથી વધુ માર્ક્સ મેળવનારા ટોપ 5 વિધાનસભ્યોમાં કોંગ્રેસના અમિન પટેલ (81.43 ટકા), ભાજપના પરાગ અળવણી (79.96 ટકા), શિવસેનાના સુનીલ પ્રભુ (77.19 ટકા), ભાજપના અમિત સાટમ (75.57 ટકા) અને ભાજપના અતુલ ભાતખળકર (73.61 ટકા)નો સમાવેશ છે. સૌથી ઓછા માર્ક્સ મેળવનારા પાંચ વિધાનસભ્યોમાં શિવસેનાના રવિન્દ્ર વાયકર (28.52 ટકા), શિવસેનાના પ્રકાશ સુર્વે (29.76 ટકા), ભાજપના રાહુલ નાર્વેકર (31 ટકા), ભાજપના મંગલપ્રભાત લોઢા (31.49 ટકા) અને ઝિશાન સિદ્દિકી (32.54 ટકા)નો સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...