નોંધપાત્ર ઘટાડો:મંત્રીમંડળ વિસ્તરણની અનિશ્ચિતતાને લઈ સામાન્ય નાગરિકોનાં કામો રખડી પડ્યાં છે

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રાલયમાં આવજા કરનારની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો

ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દેવાની ફરજ પડ્યા પછી મુખ્ય મંત્રી તરીકે એકનાથ શિંદે અને ઉપ મુખ્ય મંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીસ સરકાર અસ્તિત્વમાં આવી છે, પરંતુ એક મહિનો વીતી જવા છતાં મંત્રીમંડળ વિસ્તરણનું ઠેકાણનું નથી, જેને કારણે સામાન્ય નાગરિકોનાં કામો રખડી પડ્યાં છે. આને કારણે મંત્રાલયમાં આવજા કરનારની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

મંત્રાલયમાં મુખ્ય મંત્રીનું કાર્યાલય જ્યાં આવેલું છે તે છઠ્ઠા માળ સિવાયના અન્ય બધા જ માળ પર મંત્રીઓની ચેમ્બરમાં કાગડા ઊડી રહ્યા છે. સામાન્ય રીતે રોજ મંત્રાલયમાં રાજ્યભરમાં ઠેકઠેકાણેથી બેથી ત્રણ હજાર લોકો પોતપોતાની ફરિયાદી અને સમસ્યાઓ લઈને આવતા હોય છે. મંત્રીમંડળની બેઠક હોય તે દિવસે તો ચારથી પાંચ હજાર લોકો નિવેદન અને અન્ય સરકારી કામો માટે આવે છ.

જોકે હજુ મંત્રીમંડળ વિસ્તરણ અને ખાતાં ફાળવણી થઈ નહીં હોવાથી લોકો મંત્રાલયમાં આવતા નથી. હાલમાં રોજ ફક્ત બસ્સો આસપાસ લોકો જ મંત્રાલયમાં આવે છે.નવી સરકારની સ્થાપના થયાને ત્રીસ દિવસ વીતી જવા છતાં મંત્રીમંડળને અભાવે પ્રશાસકીય કામોનાં પૈડાં અટકી પડ્યાં છે.

મુખ્ય મંત્રી એકનાથ શિંદે રાજ્યની મુલાકાત લઈ રહ્યા હોવાથી અનેક ફાઈલો સહીની વાટ જોઈ રહી છે. અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારોમાં ખેતરનાં પંચનામાં અને ખેડૂતો અંગે મહત્ત્વના ધોરણાત્મક નિર્ણય રખડી પડ્યા છે. ચંદ્રપુર, નાગપુર, વર્ધા ભાગોમાં અતિવૃષ્ટિન લીધે ખેડૂતોને પ્રચંડ નુકસાન થયું છે.

ફાઈલોના ઢગલા સર્જાયા
મુખ્ય મંત્રીપદના શપથ લીધા પછી એકનાથ શિંદે સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. આથી તેમના કાર્યાલયમાં ફાઈલોના ઢગલા થઈ ગયા છે. નાણાં, મહેસૂલ, કૃષિ વિભાગ સાથે સંબંધિત ફાઈલો પર સહીઓ થતી નથી. મુખ્યત્વે ખેડૂતો માટે કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈ પણ હાજર નથી. આથી ભોંયતળિયે મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રી કાર્યાલયમાં નિવેદનો જમા કરવાં પડે છે. જોકે મંત્રી જ નહીં હોવાથી નિવેદનો પર નિર્ણય થતા નથી. આથી સામાન્ય નાગરિકોની મુશ્કેલી વધી છે, એવી લાગણી પ્રવર્તી રહી છે.

અન્ય સમાચારો પણ છે...