સુવિધા:પશ્ચિમ રેલવેમાં ટૂંક સમયમાં 15 ડબ્બાની 27 ફેરીનો ઉમેરો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સ્લો અને ફાસ્ટ બંને ટ્રેક પર દોડાવવામાં આવશે

પશ્ચિમ ઉપનગરીય રેલવે માર્ગમાં 15 ડબ્બાની લોકલનો પ્રવાસ વધુ રાહતભર્યો અને ઝડપી થશે. 15 ડબ્બાની લોકલની ફેરીઓ વધારવાનું નિયોજન પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવ્યું છે જેમાં વધુ 27 ફેરીનો ઉમેરો થશે એવી માહિતી વરિષ્ઠ અધિકારીએ આપી હતી. પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટથી વિરાર, દહાણુ સુધી 15 ડબ્બાની લોકલ સેવા છે. આ સેવાનો સરસ પ્રતિસાદ મળે છે. આ સેવાનું વિસ્તરણ પણ પશ્ચિમ રેલવેએ કર્યું. પશ્ચિમ રેલવેના અંધેરી, બોરીવલી, ભાઈંદર, મીરા રોડ, વિરાર જેવા સ્ટેશનમાં પ્રવાસીઓની ગિરદી દિવસે દિવસે વધી રહી છે. તેથી સવારે અને સાંજે ગિરદીમાં પ્રવાસ કરવો જીવલેણ બને છે.

આ પ્રવાસ સારો કરવા અંધેરીથી વિરાર દરમિયાન સ્લો ટ્રેક પર પણ 15 ડબ્બાની લોકલ ચલાવવાનું નિયોજન કરવામાં આવ્યું હતું. એ અનુસાર આ બે સ્ટેશન દરમિયાન પ્લેટફોર્મની લંબાઈ વધારવા સહિત બીજા ટેકનિકલ કામ પૂરા કર્યા અને એપ્રિલ 2021માં પ્રકલ્પ પૂરો કર્યો. તેથી 15 ડબ્બાની લોકલની ફેરીઓ વધી.

પહેલાં 54 ફેરી હતી જે વધીને 79 સુધી પહોંચી. 15 ડબ્બાની લોકલના કારણે પ્રવાસ રાહતભર્યો થતો હોવાથી ફેરીઓ વધારવાની માગણી થઈ રહી છે. તેથી 15 ડબ્બા લોકલની વધુ 27 ફેરી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને એનું નિયોજન થઈ રહ્યું હોવાનું અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું. એમાં ચર્ચગેટથી વિરાર, દહાણુ ફાસ્ટ લોકલ ફેરી સાથે જ અંધેરીથી વિરાર સ્લો ટ્રેક પર પણ ફેરી થશે.

મધ્ય રેલવેમાં હજી પ્રતીક્ષા
મધ્ય રેલવે પાસે બે 15 ડબ્બાની લોકલ છે જે સીએસએમટીથી કલ્યાણ માર્ગ પર ચલાવવામાં આવતી છે. એની 22 ફેરી થાય છે. 15 ડબ્બાની લોકલ વધારવામાં આવે તો એ ઊભી કરવા માટે જગ્યાની કમી વગેરે જેવા કારણોસર 15 ડબ્બા લોકલની ફેરીની સંખ્યા વધારવા અડચણ આવતી હોવાથી એ વધારવા સંદર્ભે મધ્ય રેલવે દ્વારા હજી વિચાર કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...