નિર્દેશ:શિંદેના ગામ નજીક છાત્રાઓે મુશ્કેલ નદી પાર કરવા મજબુર

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટે સુઓ મોટો જનહિત અરજી દ્વારા સરકારને મહત્ત્વપૂર્ણ નિર્દેશ આપ્યા

કોયના ડેમના અસરગ્રસ્તો અને સાતા જિલ્લાના જાવલી તાલુકાના ખિરખંડી ખાતે સાત કુટુંબની બાળકીઓને રોજ શાળામાં જવા માટે મુશ્કેલ નદી પાડ કરીને જવું પડે છે. આ વિશે સમાચાર વહેતા થતાં મુંબઈ હાઈ કોર્ટે સુઓ મોટો જનહિત અરજી દ્વારા બાળકીઓના શિક્ષણનો આ પ્રશ્ન ગંભીરતાથી લીધો અને આ બાબતે સરકારને કેટલાક નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ ગામ મુખ્ય મંત્રી એકનાથ શિંદેના ગામ નજીક હોવાનો ઉલ્લેખ પણ કોર્ટે નિર્દેશ આપવા સમયે કર્યો હતો.

સાતારામાં ખિરખંડી ગામમાં બાળકીઓને સારી રીતે ભણવા મળવું જોઈએ. આ માટે રાજ્ય સરકારે કાંઈક કાયમી સ્વરૂપની ઉપાયયોજના કરવી જોઈએ. મુખ્ય સચિવોએ સંબંધિત અલગ અલગ વિભાગના સચિવોને બેઠક લઈને ઉપાય બાબતે નિર્ણય લેવો, એવો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે આપ્યો છે.

નોંધનીય છે કે ખિરખંડ ગામની બાળકીઓના શિક્ષણ વિશે સરકારને ઉપાયયોજના કરવાના નિર્દેશ આપતી વખતે કોર્ટે મુખ્ય મંત્રી એકનાથ શિંદેના ગામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ગામ નજીક મુખ્ય મંત્રી એકનાથ શિંદેનું પણ ગામ છે અને તે ગામમાં સારા રસ્તા, હોસ્પિટલ, શાળા સાથે બે હેલિપેડ પણ છે. આવી માહિતી અમને મળી છે. જોકે તેમની પાસેના ગામની આટલી દયનીય હાલત છે. ખાસ કરીને દેશનું ભવિષ્ય બાળકોને શાળામાં જવા માટે મુશ્કેલ નદી પાર કરીને જવું પડે છે તે બદનસીબી છે.

ગ્રામીણ વિસ્તારમાં હેલિપેડ વગેરે હોવા સામે અમને કોઈ વાંધો નથી. જોકે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને તેમના હકનું શિક્ષણ મળે તે માટે સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ, એવી નોંધ જસ્ટિસ પ્રસન્ના વરાળે અને જસ્ટિસ શ્રીકાંત કુલકર્ણીની ખંડપીઠે સુનાવણી દરમિયાન વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...