મતદારોની નોંધણી:રાજ્યનાં કુલ મતદારોમાં 4 લાખના ઉમેરા સાથે 9 કરોડને પાર

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવ્યાંગ અને તૃતીયપંથી મતદારોની સંખ્યા પણ વધી

ભારત ચૂંટણી પંચ મારફત 1 જાન્યુઆરી 2023 તારીખના ફોટા સાથે મતદારયાદીનો વિશેષ સંક્ષિપ્ત પુનર્નિરીક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એ અનુસાર રાજ્યમાં કુલ 9 કરોડ 2 લાખ 85 હજાર 801 મતદારોની નોંધણી થયાની માહિતી અપર મુખ્ય સચિવ તથા મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીકાંત દેશપાંડેએ પપત્રકાર પરિષદ લીધી હતી. સહમુખ્ય ચૂંટણી અધિકારી મનોહર પારકર આ સમયે ઉપસ્થિત હતા. કુલ મતદારોમાં 4 લાખ 43 હજાર 500નો ઉમેરો થયો છે.

દેશપાંડેએ આ બાબતે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે 4 ઓગસ્ટ 2022થી 7 નવેમ્બર 2022ના સમયગાળામાં પૂર્વ-પુનર્નિરીક્ષણ ઉપક્રમ અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ સમયગાળામાં મતદાનકેન્દ્રનું સુસૂત્રીકરણ અને પ્રમાણીકરણ, બીજી વખત નોંધણી કરીને ત્રુટિ દૂર કરવી વગેરે જેવા સુધારા કરીને 9 નવેમ્બર 2022ના પ્રારુપ મતદારયાદી જાહેર કરવામાં આવી હતી.

વિશેષ સંક્ષિપ્ત પુનર્નિરીક્ષણના સમયગાળામાં યુવા મતદારોએ તેમ જ દિવ્યાંગ, મહિલા, દેહ વ્યવસાય કરતી મહિલાઓ, તૃતીયપંથી વ્યક્તિ અને વિમુક્ત ભટકતી જમાતના પાત્ર વ્યક્તિઓએ મોટા પ્રમાણમાં નોંધણી કરાવે એ મમાટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

ભારત ચૂંટણી પંચે રાજ્યના ખાસ કરીને અસંરક્ષિત આદિવાસી જૂથ પ્રવર્ગના પાત્ર વ્યક્તિની 100 ટકા નોંધણી કરવા બાબતે આદેશ આપ્યો હતો. એ પ્રમાણે 100 ટકા નોંધણી કરવા બાબતે સંબંધિત જિલ્લાઓએ પ્રમાણિત કર્યા છે. સહિયારી પ્રારુપ મતદારયાદી જાહેર કર્યા પછી 9 નવેમ્બર 2022થી 8 ડિસેમ્બર 2022ના સમયગાળામાં નાગરિકો તરફથી દાવા અને વાંધા સ્વીકારીને 26 ડિસેમ્બર 2022 સુધી તમામ દાવા અને વાંધાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. એ પછી 5 જાન્યુઆરી 2023ના અંતિમ મતદારયાદી સંપૂર્ણ રાજ્યમાં જાહેર કરવામાં આવી છે.

દિવ્યાંગ મતદારોમાં 15 હજારનો વધારો : આ અંતિમ યાદી અનુસાર રાજ્યમાં પુરુષ મતદારની સંખ્યા 4 કરોડ 71 લાખ 35 હજાર 999 અને મહિલા મતદારની સંખ્યા 4 કરોડ 31 લાખ 45 હજાર 067 છે. તૃતીયપંથીઓની સંખ્યા 4 હજાર 735 છે. કુલ મતદારની સંખ્યા 9 કરોડ 2 લાખ 85 હજાર 801 હોવાની માહિતી દેશપાંડેએ આપી હતી. આ યાદીમાં નામ અને બીજી માહિતીમાં સુધારા કરનારા પુરુષ 1 લાખ 52 હજાર 254, મહિલા મતદાર1 લાખ 6 હજાર 287 અને તૃતીયપંથી 90 એમ કુલ 2 લાખ 58 હજાર 631 મતદાર છે.

9 નવેમ્બર 2022ની નોંધણી અનુસાર રાજ્યમાં મતદારોની કુલ સંખ્યા 8 કરોડ 98 લાખ 42 હજાર 301 જેટલી હતી. 5 જાન્યુઆરી 2023ના એમાં વધારો થઈને એ 9 કરોડ 2 લાખ 85 હજાર 801 થઈ છે. કુલ મતદારોમાંથી દિવ્યાંગ મતદારની સંખ્યા 6 લાખ 77 હજાર 483 છે જે ગયા વર્ષની સરખામણીએ 15 હજાર 332 જેટલી વધી છે. તૃતીયપંથી મતદારોની સંખ્યામાં 735નો વધારો થયો છે.

મૃતક અને સ્થળાંતરિત મતદાર
ચૂંટણી પંચે ચલાવેલી વિશેષ ઝુંબેશમાં 9 લાખ 21 હજાર 453 નવા મતદાર જણાયા. પણ એમાંથી 4 લાખ 77 હજાર 953 મતદારના નામ કાઢી નાખવામાં આવ્યા. એમાં મૃત્યુ પામનારા અને સ્થળાંતર કરનારા મતદારોનો સમાવેશ હતો. ચૂંટણી પંચને 2 લાખ 58 હજાર 631 મતદારોની માહિતીમાં ભૂલ મળી હતી અને એમાં સુધારા કરવામાં આવ્યા છે.

બબ્બે વખત નોંધણી
ખાસ વાત એટલે 40 લાખ જેટલા મતદારોની બબ્બે ઠેકાણે નોંધણી થયેલી હતી. એમાં 16 લાખ મતદારોના બંને ઠેકાણે સરખા ફોટો હતા તો 29 લાખ લોકોની નોંધણી એકસમાન હતી. સરખા ફોટોવાળા લોકોમાંથી એક ઠેકાણેથી નામ કાઢી નાખવામાં આવ્યું છે. તેમ જ જેમની નોંધ સમાન હતી તેમાં સુધારો કરવામાં આવ્યો છે એવી સ્પષ્ટતા દેશપાંડેએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...