• Gujarati News
  • Local
  • Gujarat
  • Mumbai
  • The State's Largest Township Will Be Built In Mumbai, A Grand Project Will Be Realized On 200 Acres Of Land By MHADA In The Suburbs.

ભાસ્કર વિશેષ:મુંબઈમાં રાજ્યની સૌથી મોટી ટાઉનશિપ બંધાશે, ઉપનગરમાં મ્હાડા દ્વારા 200 એકર જગ્યામાં ભવ્ય પ્રકલ્પ સાકાર કરવામાં આવશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ અને ઉપનગરોમાં મોટે પાયે લોકસંખ્યા વધી રહી હોવાથી ભવિષ્યમાં ગિરદી વધવાની છે. આ ગિરદી મુંબઈ ઝીલી શકશે નહીં. આથી મ્હાડાએ મહારાષ્ટ્રમાં સૌથી મોટી ટાઉનશિપ ઊભી કરવાનો વિચાર કર્યો છે. અંબરનાથ શહેરમાં મ્હાડા દ્વારા રાજ્યની સૌથી મોટી ટાઉનશિપ ઊભી કરવામાં આવશે. આ માટે ચિખલોલી ડેમને અડીને આવેલી 200 એકર જગ્યાનો મ્હાડાના અધિકારીઓએ આજે સર્વે કર્યો હતો. ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે આ માહિતી આપી હતી.

મુંબઈ ઉપનગર વિસ્તારની લોકસંખ્યા હાલમાં ઝડપભેર વધી રહી છે. જોકે આ વધતો ભાર મુંબઈ ઝીલી શકશે નહીં. તેમાં વળી હાલમાં ડોંબિવલીની આગળ, એટલે કે, અંબરનાથ અને બદલાપુરમાં ખુલ્લી જગ્યાઓ બાકી છે. આથીઆ વિસ્તારોમાં મ્હાડા દ્વારા મેગા ટાઉનશિપ ઊભી કરવામાં આવશે, એમ આવ્હાડે જણાવ્યું હતું.

આ ટાઉનશિપ આજ સુધીની મ્હાડા દ્વારા ઊભી કરવામાં આવેલી ટાઉનશિપમાંથી મહારાષ્ટ્રમાં સૌથી મોટી ટાઉનશિપ હશે, એમ આવ્હાડે જણાવ્યું હતું. અંબરનાથ શહેરમાં હમણાં સુધી મ્હાડાનો એકેય પ્રકલ્પ ઊભો કરવામાં આવ્યો નથી. જોકે આ વિસ્તારમાં જે કનેક્ટિવિટી છે તેને લીધે આ વિસ્તારને હાલ અનન્ય મહત્ત્વ પ્રાપ્ત થયું છે. આથી જ ચિખલોલી ડેમની બાજુમાં 200 એકર જગ્યા ખરીદી કરવાનો મ્હાડાનો વિચાર છે.

જાપાનની કંપની સાથે વાટાઘાટ
દરમિયાન આ સૌથી મોટી ટાઉનશિપ માટે જાપાનની સરકારી કંપની સાથે વાટાઘાટ ચાલી રહી છે. દરેક મંત્રીની પોતાની કારકિર્દીમાં એકાદ મોટો અને અભૂતપૂર્વ પ્રકલ્પ સાકાર થાય એવી ઈચ્છા હોય છે. આથી આ પ્રકલ્પ બને તો એક અલગ આનંદ મળવાનો હોઈ અમારા પક્ષના પ્રમુખ શરદ પવારનો વિકાસનો દ્રષ્ટિકોણ અહીં કામ લાગશે, એમ આવ્હાડે જણાવ્યું હતું. જો અંબરનાથમાં આ ટાઉનશિપ થાયતો તે શહેરના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ઠરશે. આને કારણે મુંબઈમાં હાલમાં જે વસતિનું દબાણ આવી રહ્યું છે તે પણ ઘણા ખરા અંશે ઓછું થશે એવો અંદાજ છે.

ડ્રોન થકી મ્હાડા દ્વારા સર્વે
આ જગ્યામાં આજ સુધી મ્હાડા દ્વારા ઊભી કરવામાં આવેલી ટાઉનશિપમાંથી સૌથી મોટી ટાઉનશિપ ઊભી કરવામાં આવશે એમ આવ્હાડે જણાવ્યું હતું. અંબરનાથ શહેરમાં એક કાર્યક્રમ નિમિત્તે તેઓ આવ્યા હતા તે સમયે તેઓ બોલતા હતા. જે જગ્યા પર આ પ્રકલ્પ ઊભો કરવાનો વિચાર છે તે ચિખલોલીની પ્રસ્તાવિત જગ્યાનો મ્હાડાના અધિકારીઓ દ્વારા ડ્રોન થકી સર્વે કરવામાં આવ્યો હતો. આ સમયે મ્હાડાના સીઈઓ ડો. નીતિન મહાજન પોતે હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...