23 % વધુ વરસાદ પડ્યો:રાજ્યમાંથી મોન્સૂનની વિધિસર એક્ઝિટ સરેરાશ કરતાં 23 % વધુ વરસાદ પડ્યો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં મન મૂકીને વરસેલા મોન્સૂને રવિવારે વિધિસર રીતે અક્ઝિટ લીધી છે. ખેડૂતો આ મોટો દિલાસો છે. હાલમાં રબી પાકની કાપણી ચાલતી હતી ત્યારે વરસાદ પડતાં ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. જોકે હવે દિવાળીમાં વરસાદ નહીં પડે. મુંબઈ- પુણે સહિત આખા મહારાષ્ટ્રમાંથી મોન્સૂને વાપસી કરી છે. આ જ રીતે મહારાષ્ટ્ર સાથે દેશમાંથી પણ મોન્સૂને એક્ઝિટ કરી છે.

આ વખતે જૂનથી ઓક્ટોબર એમ ચાર મહિના મોન્સૂને મુકામ કર્યો અને છેલ્લાં બાર વર્ષમાં સૌથી વધુ વરસાદની નોંધ આ વખતે રાજ્યમાં થઈ. ખાસ કરીને છેલ્લાં દસ વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં થયેલો વરસાદ પણ સૌથી વધુ છે. મોન્સૂનની વાપસી થઈ ગઈ હોવા છતાં આગામી બે દિવસ વાતાવરણમાં સ્થાનિક ઘટકોને કારણે વરસાદનાં હલકાં ઝાપટાં પડવાની શક્યતા હવામાન વિભાગે વર્તાવી છે. છેલ્લા 24 કલાકમાં કોંકણમાં એક-બે ઠેકાણે છોડતાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની નોંધ થઈ નથી.રાજ્યમાં વાપસીના વરસાદે ભારે માઝા મૂકી હતી. આ વરસાદને કારણે ખેડૂતોની ખેતીમાં પાણી ઘૂસી ગયાં હતાં. આને કારણ ખેતરમાં પાકને મોટું નુકસાન થયું છે. આથી ખેડૂતો સંકટમાં આવી ગયા છે રાજ્યમાં છેલ્લાં અનેક વર્ષથી સૌથી વધુ સક્રિય મોન્સૂન આ વખતે અનુભવવા મળ્યું હતું. દર વર્ષે સપ્ટેમ્બરના આખરમાં મોન્સૂન રાજ્યમાંથી બહાર જાય છે. આ વખતે પણ વિક્રમ તોડીને મોન્સૂન 23 ઓક્ટોબરે વિધિસર રીતે રાજ્યમાંથી બહાર નીકળ્યો છે. આ જ રીતે આખા દેશમાંથી મોન્સૂને વાપસી કરી છે એમ હવામાનશાસ્ત્ર વિભાગે જણાવ્યું છે.

રાજ્યમાં સરેરાશથી વધુ વરસાદ રાજ્યમાં હમણાં સુધી સરેરાશ કરતાં વધુ વરસાદની નોંધ થઈ છે. રાજ્યમાં હમણાં સુધી 123 ટકા વરસાદ પડ્યો છે. સરેરાશ 23 ટકા વધુ વરસાદ પડ્યો છે. છેલ્લાં 50થી 60 વર્ષમાં બંગાળના ઉપસાગરમાં વધુ વાદળો નિર્માણ થતાં હતાં, પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી અરબી સમુદ્રમાં વાદળનું પ્રમાણ વધ્યું છે. આ જ રીતે ઓછા દબાણનો પટ્ટો નિર્માણ થવાની અસર પણ વધી છે. આથી રાજ્ય સહિત કિનારપટ્ટીનાં રાજ્યોમાં વરસાદનું પ્રમાણ વધુ વધશે એવું દેખાય છે.

વરસાદની વાપસી શા માટે લંબાઈ : વાપસીનો વરસાદ લંબાવાનાં વિવિધ કારણો છે. સમુદ્રનું વધેલું તાપમાન, ઓછા દબાણનો પટ્ટો તેમ જ લા નિના વાવાઝોડું જેવાં કારણોથી વાપસીના વરસાદે હાહાકાર મચાવ્યો હતો, એ હવામાન વિભાગે જણાવ્યું છે. ગ્રામીણ ભાગોની તુલનાનાં શહેરી ભાગોમાં બાંધકામો વધુ થયાં છે. આથી તાપમાન પણ વધે છે. આથી તે ઠેકાણે ઓછા દબાણનો પટ્ટો તૈયાર થાય છે. આ જ રીતે આજુબાજુમાંથી વહેતો પવન શહેરી ભાગોની દિશામાં વહેલો દેખાય છે. વાતાવરણમાં બદલાવ પણ દેખાય છે. તેની અસર પણ સ્થાનિક સ્તરે દેખાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...