કો. ગોવિંદ પાનસરેની હત્યાની તપાસ રાજ્યના એન્ટિ ટેરરરિસ્ટ સ્કવોડને આપવા કોઈ વાંધો ન હોવાનું રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં જણાવ્યું હતું. એના પર એટીએસ અધિકારીઓમાંથી કોઈ અધિકારીનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવશે કે એવો સવાલ હાઈ કોર્ટે કર્યો હતો. તેમ જ આ બાબતે ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો.
મહારાષ્ટ્ર સીઆઈડીની સ્પેશિયલ ટીમ તરફથી આ પ્રકરણની તપાસ કરવામાં આવી રહી છે. પાનસરે કુટુંબે આ માટે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમ જ તપાસ એટીએસને ટ્રાન્સફર કરવાની માગણી કરી હતી. કોર્ટે પાનસરે કુટુંબની માગણીની આ પહેલાં થયેલી સુનાવણી દરમિયાન નોંધ લઈને પાનસરેની હત્યા કરનારા મુખ્ય સૂત્રધારને શોધવામાં એસઆઈટી નિષ્ફળ ગઈ છે.
તેથી પ્રકરણની તપાસ એટીએસને ટ્રાન્સફર કરવાની પાનસરે કુટુંબની માગણી પર રાજ્ય સરકારે કંઈક તો નિર્ણય લેવો જ પડશે એમ સરકારે સંભળાવ્યું હતું. એ સાથે જ પાનસરે કુટુંબની માગણી પર નિર્ણય બાબતની ભૂમિકા સ્પષ્ટ કરવાનો આદેશ આપ્યો હતો. જજ રેવડી મોહિતે-ડેરે અને જજ શર્મિલા દેશમુખની ખંડપીઠ સામે આ પ્રકરણે સુનાવણી થઈ.
એ સમયે મહારાષ્ટ્ર એસઆઈટીના પ્રમુખનો પત્ર કોર્ટમાં રજૂ કરીને એટીએસે પણ રાજ્ય સરકારની જ તપાસ યંત્રણા છે અને પાનસરે હત્યા પ્રકરણની તપાસ એટીએસને ટ્રાન્સફર કરવા સરકારને કોઈ વાંધો નથી એમ વિશેષ સરકારી વકીલ અશોક મુદરગીએ કોર્ટમાં જણાવ્યું હતું. કોર્ટ તપાસ ટ્રાન્સફર નહીં કરે તો એસઆઈટીની રચના બદલવાની તૈયારી પણ છે એમ મુંદરગીએ ઉમેર્યું હતું. એટીએસ તરફથી શોધ : પાનસરે, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના સંસ્થાપક ડો. નરેન્દ્ર દાભોલકર, કન્નડ અભ્યાસુ એમ.એમ.કલબુર્ગી અને પત્રકાર ગૌરી લંકેશની હત્યાની તપાસમાં એટીએસને કડી મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.