બે પુત્ર અને પ્રેમિકાની ધરપકડ:માતા જાદુટોણો કરે છે એવું માનીને પુત્રોએ માતાને મારી નાખી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માતા જાદુટોણો કરે છે, જેને લીધે કોઈક ને કોઈક આપત્તિઓ આવે છે, લગ્ન થતાં નથી એવું ધારીને બે પુત્રોએ પોતાની પ્રેમિકાની મદદથી માતાને મારી નાખી હતી. વડાલાની આ ઘટનામાં પોલીસે આરોપી અક્ષય ઠાકુર, તેની પ્રેમિકા કોમલ બોઈલકર અને નાના સગીર ભાઈની ધરપકડ કરી છે.વડાલામાં કોરબા મીઠાગર ખાતે નિર્મલા ઠાકુર પોતાના પતિ અને બે પુત્ર સાથે રહેતી હતી.

અક્ષયને એમ હતું કે માતા જાદુટોણા કરે છે જેને લીધે તેનાં લગ્ન થતાં નથી. અધૂરામાં પૂરું બે દિવસ પૂર્વે અક્ષયને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત પણ માતાના જાદુટોણાને કારણે સર્જાયો હોવાનું તેને લાગવા માંડ્યું હતું. આથી તેણે પોતાની પ્રેમિકા અને નાના ભાઈને હત્યામાં સામેલ થવા સમજાવ્યાં હતાં. શુક્રવારે અક્ષય અને તેનો નાનો ભાઈ લોનાવાલા ખાતે પિક્નિક પર જઈએ છીએ એમ કહીને ઘરમાંથી નીકળ્યા હતા.

સાંજે નિર્મલાનો પતિ પણ કામ નિમિત્તે બહાર ગયો હતો. રાત્રે નિર્મલા એકલી હતી. તે સમયે ત્રણ જણ ઘરમાં આવ્યાં હતાં. માતાનું ગળું ચીરી નાખ્યું અને પાછા નીકળી ગયાં.શનિવારે નિર્મલાનો પતિ ઘરે આવ્યો ત્યારે પત્નીને લોહીના ખાબોચિયામાં નિશ્ચિંત પડેલી જોઈને આઘાત લાગ્યો હતો. પોલીસને જાણ કરાતાં મૃતદેહ કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને તપાસ શરૂ કરી.સીસીટીવી ફૂટેજ તપાસ્યા પછી પોલીસે અક્ષયની પૂછપરછ શરૂ કરી હતી. તેમાં તેણે હકીકત જણાવતાં તેની અને પ્રેમિકાની ધરપકડ કરી હતી, જ્યારે તેનો નાનો ભાઈ સગીર હોવાથી બાળ સુધારગૃહમાં મોકલી અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...