ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ:શિંદે સરકારે ફરી અશ્વિની ભિડે પર મેટ્રોની જવાબદારી સોંપી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરેમાં કારશેડ ઊભું કરવા મક્કમ હોવાથી શિવસેના સાથે વિવાદ થયો હતો

મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના વ્યવસ્થાપકીય સંચાલક પદનો અતિરિક્ત કાર્યભાર મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત અશ્વિની ભિડેને સોંપવામાં આવ્યો છે. મુંબઈ મેટ્રો ભાજપ-શિવસેના યુતિના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. ભાજપ-શિવસેના સરકાર હતી ત્યારે આ પ્રકલ્પની ઘોષણા કરવામાં આવી હતી.

એ સમયે અશ્વિની ભિડેની પ્રકલ્પના વ્યવસ્થાપકીય સંચાલક પદ પર નિયુક્તી કરવામાં આવી હતી. પણ 2019માં મહાવિકાસ આઘાડી સરકાર સત્તામાં આવ્યા પછી ભિડેની બદલી કરવામાં આવી હતી. રાજ્યના અપર મુખ્ય સચિવ નિતીન ગદ્રેએ જારી કરેલા આદેશ અનુસાર અશ્વિની ભિડેને મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનના વ્યવસ્થાપકીય સંચાલક પદનો અતિરિક્ત કાર્યભાર સ્વીકારવાની સૂચના કરવામાં આવી છે.

આરે કોલોનીમાં મેટ્રો-3ના કારશેડના મુદ્દા પરથી અશ્વિની ભિડે અને શિવસેના વચ્ચે તીવ્ર મતભેદ થયા હતા. આરે કોલોનીમાં મેટ્રો-3નું કારશેડ ઊભું કરવામાં આવનાર છે. પણ પર્યાવરણવાદીઓ અને ત્યાંના સ્થાનિકોએ એ માટે વિરોધ કર્યો હતો. એ દરમિયાન શિવસેના સ્થાનિક લોકો અને પર્યાવરણવાદીઓની પડખે ઊભી રહી.

અશ્વિની ભિડે આરે કોલોનીમાં જ કારશેડ ઊભું કરવા માટે મક્કમ હતા. તેથી શિવસેના અને ભિડે વચ્ચે વિવાદ ઊભો થયો હતો. હવે શિંદે સરકાર સત્તામાં આવી છે. શિંદે સરકાર તરફથી ફરી ભિડેને કારભાર સોંપવામાં આવ્યો છે. અશ્વિની ભિડે 1995ની બેચના આઈએએસ અધિકારી છે. તેમને સનદી સેવાનો 24 વર્ષનો અનુભવ છે. મુંબઈ મેટ્રોનું જાળું બિછાવવામાં તેમણે મહત્વનું યોગદાન આપ્યું છે. તેથી તેમને મુંબઈ મેટ્રો વુમન તરીકે પણ ઓળખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...