મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા નાશિકની પંચવટી એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી ગોદાવરીબાઈ પ્રાથમિક શાળા તથા શેઠ શ્રી આર.પી. વિદ્યાલયને મહારાષ્ટ્રની માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરૂદ આપવામાં આવ્યું છે. નાશિક જેવા શહેરમાં આટલી સુંદર માતૃભાષા ગુજરાતીની શાળા અને એમના સતત અવિરત સંગઠિત પરિણામલક્ષી કાર્યો એમને માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરુદ અપાવે છે.
ભાવેશ મહેતા સહિત યુવાનોની ટીમની આગેવાનીમાં મુંબઈ ગુજરાતી સંગઠન રાજ્યમાં ગુજરાતી શાળાઓને ધમધમતી રાખવા માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજે છે, જેમાંથી સર્વશ્રેષ્ઠ શાળા સ્પર્ધાનો પણ સમાવેશ થાય છે. આ શાળામાં સંચાલકોથી લઈને આચાર્ય શિક્ષકો વાલીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં જે ધ્યેય માટે કાર્ય કરવાની ક્ષમતા છે અને પરિણામ આપવાની જે ધગશ છે એ એમને ઉત્તમ શાળા બનાવે છે.
અધ્યતન લેબોરેટરી ખૂબ જ વિશાળ મેદાન ખૂબ જ સુંદર બાલમંદિર અને પ્રાથમિક શાળા જેમાં રમતગમત સાથે ભાર વગરનું ભણતર સંગીતના અલગ વર્ગો સુંદર લાઇબ્રેરી તેમજ અગોચર પડેલી જગ્યા ને પણ તે લોકોએ સુંદર સ્વચ્છ બનાવી અને વિદ્યાર્થીઓના વિકાસ માટે નોલેજ પાર્ક જેવું બનાવીને આ જગ્યાનો પણ ઉપયોગ કર્યો. કોઈ ક જ એવી શાળા હશે જેમના શિક્ષકો આંતરસ્ફુરણાથી વિદ્યાર્થીઓના વિકાસ માટે વધારાનો સમય આપતા હોય. એમના સંચાલકોની દૂરંદેશી શાળાની પાયાકીય સુવિધામાં ધરખમ ફેરફારો પરિણામ લક્ષી કાર્યો અને સૌથી મોટું કે બધાને જ સાથે લઈને એક ધ્યેય માટે કાર્ય કરવાની માનસિકતા જ એમને ઉત્તમ શાળાનું બિરુદ અપાવે છે.
ગયા વર્ષે અંગ્રેજી માધ્યમની શાળામાંથી 45 જેટલા વાલીઓએ પોતાના બાળકને આ શાળામાં મૂક્યા હતા. કુલ ગયા વર્ષે 80 જેટલા વિદ્યાર્થીઓનો અહીં વધારો થયો હતો. આ દેખાડે છે કે કરોના સમયમાં પણ વિસ્તારોમાં જઈને વાલીઓ સાથે કરેલી એમની સભાઓ અવિરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથેના એમના પ્રયત્નો અને ઉર્વેશભાઈ જેવા માર્ગદર્શક ના વડપણ હેઠળ મિશન માતૃભાષા ના ધ્યેય માટે સમર્પણ ભાવના એમને ઉત્તમ શાળાનું બિરુદ અપાવે છે. ગરીબોની શાળાની tag માંથી બહાર આવી એમણે આ શાળાને સર્વની શાળા બનાવી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. બાકીની શાળાઓના સંચાલકો અને આચાર્યો માટે સાચે જ એક ઉદાહરણ પૂરું પાડે છે કે સંચાલકો અને આચાર્યો ધારે તો શું ન કરી શકે? જરૂર છે ફકત ઇચ્છાશક્તિની.
ઉપરાંત મા (માતૃભાષા) વગરનો ચિત્કાર સ્પર્ધાના ઇનામ પણ આપવામાં આવ્યાં. સર્વે વિજેતાઓને રોકડ ઇનામ, સ્મૃતિચિન્હ, પ્રમાણપત્ર અને પુસ્તક આપવામાં આવ્યાં. પોતાના બાળકને અંગેજી માધ્યમમાં ભણાવતા વાલીઓ પણ હાજર રહ્યા અને માતૃભાષામાં પોતાના સંતાનને ભણાવવા વાલીઓ કટીબદ્ધ થયા.
અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમમાં
કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ, સેક્રેટરી દેવેન્દ્રભાઈ પટેલ, ગોદાવરીબાઈ પ્રાથમિક શાળાના સેક્રેટરી તથા મિશન માતૃભાષાના અધ્યક્ષ ગોપાલભાઈ પટેલ તથા સંસ્થાના પદાધિકારીઓ, માજી વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગુજરાતી સમાજના મુરબ્બી વડીલો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન મિશન માતૃભાષાનાં કાર્યો વિશે શ્રી ઉર્વીશભાઈ જોશીએ માહિતી આપી અને ભવિષ્યમાં હાથ ધરવાના પ્રકલ્પો વિશેપણ માહિતી આપી. 20 જેટલા પાલકોએ નવા શૈક્ષણિક વર્ષમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાંથી માતૃભાષામાં ભણાવવાની તૈયારી બતાવી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.