નિર્ણય:મેટ્રો-2બી પ્રકલ્પની મુશ્કેલી દૂર થઈ

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આખરે ચિતા કેમ્પના 400 ઝૂપડાં હટાવવામાં આવ્યા

ડી.એન.નગર-મંડોલે-માનખુર્દ મેટ્રો-2બી પ્રકલ્પમાં એક મોટી અડચણ દૂર કરવામાં આખરે મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણને સફળતા મળી છે. ચિતા કેમ્પ ખાતેના 400 ઝૂપડાઓ હટાવવામાં આવ્યા છે. હવે આ કામમાં ઝડપ વધશે એવી આશા એમએમઆરડીએના અધિકારીઓએ વ્યક્ત કરી છે. ડી.એન.નગર-મંડાલે વચ્ચે 23.643 કિલોમીટર લાંબો એલિવેટેડ રૂટનું બાંધકામ એમએમઆરડીએ કરે છે. 20 સ્ટેશનના સમાવેશવાળા આ રૂટ માટે 10 હજાર 986 કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. આ પ્રકલ્પ 2024માં પૂરો કરવાનું એમએમઆરડીએનું નિયોજન છે.

ચિતા કેમ્પ પરિસરના 400 ઝૂપડા આ પ્રકલ્પમાં અડચણ બન્યા હોવાથી એને હટાવવા જરૂરી હતા. આખરે એમએમઆરડીએ આ ઝૂપડાઓ હટાવ્યા છે અને પ્રકલ્પનું કામ ઝડપથી થશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. રહેવાસીઓની પાત્રતા નિશ્ચિતી પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. એના આધારે રહેવાસીઓનું પુનર્વસન કરવામાં આવ્યું છે. સ્થળાંતરની પ્રક્રિયા પૂરી થયા બાદ ત્યાંના ઝૂપડાઓ હટાવવામાં આવ્યા એમ એમએમઆરડીએના અધિકારીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...