ભાસ્કર વિશેષ:ફાર્મા ઉદ્યોગ 2030 સુધી 3 અબજ ડોલરને પાર

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્નોપેક ફાર્મા કોન્ફેક્સમાં પહેલી વાર સીઈઓનો પણ સહભાગ

વિવિધ દવાઓ અને ઔષધિઓ અને રસીઓના વિકાસ સાથે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ આકર્ષક વૃદ્ધિની ધારણા રાખી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સુધારણા અને માગણીમાં ઉછાળાને લીધે ફાર્માસ્યુટિકલ પેકેજિંગ ઉદ્યોગ હાલના 1.4 અજ ડોલર પરથી 7.54 ટકા સીએજીઆર વૃદ્ધિ સાથે 2030 સુધી ત્રણ અબજ ડોલરનો આંક પાર કરવાની ધારણા છે, એમ ઈન્ફોર્મા માર્કેટ્સ ઈન ઈન્ડિયાના એમડી યોગેશ મુદ્રાસે 11મા વાર્ષિક ઈન્નોપેક ફાર્મા કોન્ફેક્સમાં જણાવ્યું હતું.

પરિષદમાં ગુજરાતના એફડીએ કમિશનર ડો. હેમંત જી કોશિયા, નેધરલેન્ડ્સના કોન્સ્યુલેટ જનરલ બાર્ટ દ જોંગ, ઓપ્પીના ડીજી કે જી અનંતકૃષ્ણન, ડબ્લ્યુપીઓના વૈશ્વિક રાજદૂત એવીપીએસ ચક્રવર્તી, ઈન્ફોર્માના ગ્રુપ ડાયરેક્ટર રણજિથ પોલ પણ હાજર હતા. શુક્રવાર સુધી સાંતાક્રુઝ એરપોર્ટ ખાતે સહારા સ્ટાર હોટેલમાં ચાલનારા આ પ્રદર્શનમાં 50 પ્રદર્શનકારીઓ, 50 વક્તાઓ અને ટ્રેનરોએ ભગા લીધો છે.

આ સાથે એવોર્ડસ સમારંભ પણ યોજાવાનો છે, જે માટે 100 નોમિનેશન પ્રાપ્ત થયા છે. કંપનીના માલિકો અને સીઈઓ, પેકેજિંગ ઉદ્યોગના આગેવાનો પણ ભાગ લઈ રહ્યા છે, જેમની વચ્ચે પહેલી વાર ગોળમેજ પરિષદ પણ યોજાશે, જેથી ઉદ્યોગનાં દરેક પાસાં પર વિચારોનું આદાનપ્રદાન કરી શકાશે અને ઉદ્યોગને આગળ કઈ રીતે લઈ જવું તે દિશા નક્કી કરી શકાશે, એમ તેમણે જણાવ્યું હતું.

ડો. હેમંત જી કોશિયાએ આ સમયે ખોટું કામ કરનારા ગેરલાભ લઈને પેકેજિંગમાં કઈ રીતે નકલખોરી કરી રહ્યા છે અને તેમનો બંદોબસ્ત કઈ રીતે કરવામાં આવી રહ્યો છે તે વિશે માહિતી આપી હતી. રણજિત પોલે ભારત આજે વિદેશમાં પણ કેટલા મોટા પાયા પર દવાઓની નિકાસ કરી રહ્યો છે તે વિશે માહિતી આપી હતી.

પથદર્શક સંશોધન, પ્રવાહો
આ પ્રદર્શન નવીનતા અને સક્ષમતા ભવિષ્યની રાહ ચીંધશે તે થીમ પર યોજાયું છે. આધુનિક દિવસના આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો અને વ્યક્તિગત ગ્રાહકો સુવિધાજનક અને સક્ષમ પ્રોડક્ટ અને પેકેજિંગની માગણી કરી રહ્યા છે ત્યારે દેખીતી રીતે જ આ પ્રદર્શન પથદર્શક સંશોધન, પ્રવાહો, નિયમન વિશે અદ્યતન માહિતી, નાવીન્યતાનું પ્રદર્શન અને સમાધાનથી સક્ષમતાના પડકારોને કઈ રીતે પહોંચી વળવામાં આવી રહ્યું છે તેની પર નવી માહિતી આપે છે, એમ આ સમયે તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...