સમસ્યા યથાવત:મુંબઈમાં રખડતા કૂતરાઓની નસંબંધી, આઠ વર્ષમાં 2 લાખ કૂતરાઓનો ઉમેરો થયો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈ મહાપાલિકાના માધ્યમથી રખડતા કૂતરાઓની સંખ્યા ઓછી કરવા માટે નસબંધી જેવી ઉપાયયોજના કરવામાં આવી રહી છે છતાં સમસ્યા યથાવત છે. છેલ્લા આઠ વર્ષમાં મુંબઈમાં રખડતા કૂતરાઓની સંખ્યામાં 2 લાખનો ઉમેરો થઈને હવે આ આંકડો 2 લાખ 96 હજાર પર પહોંચ્યો છે. તેથી રખડતા કૂતરાઓનો ઉપદ્રવ ઓછો કરવા મહાપાલિકાએ અસરકારક ઉપાયયોજના કરવાની જરૂર ઊભી થઈ છે.

2014માં રખડતા કૂતરાઓની ગણતરી કરવામાં આવી ત્યારે મુંબઈમાં 95 હજાર 172 રખડતા કૂતરાઓ હોવાનું નોંધાયું હતું. રખડતા કૂતરાઓની સંખ્યા ઓછી કરવા નસબંધી કરવામાં આવી રહી હોવા છતાં છેલ્લા આઠ વર્ષમાં રખડતા કૂતરાઓની વસતિમાં 2 લાખ 1 હજાર 49નો વધારો થયો છે. મુંબઈમાં રખડતા કૂતરાઓની સંખ્યા હવે 2 લાખ 96 હજાર 221 થઈ છે.

રખડતા કૂતરાઓ રસ્તા પર અવરજવર કરતા નાગરિકોને બટકું ભરે છે, પીછો કરે છે જેવી ફરિયાદ મળે છે. રખડતા કૂતરાઓએ છેલ્લા ચાર વર્ષમાં 3 લાખથી વધારે લોકોને બટકું ભર્યું છે. આ પાર્શ્વભૂમિ પર મહાપાલિકાના માધ્યમથી રખડતા કૂતરાઓનો ઉપદ્રવ રોકવા ઉપાયયોજના કરવામાં આવે છે. એના માટે ચાર નવી ડોગ વેનની ખરીદી કરવામાં આવી હોવાનું મહાપાલિકા પ્રશાસન તરફથી જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...