ધનંજય મુંડેનું ફરીથી વક્તવ્ય:આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદીનો જ થશે, સુપ્રિયા સુળેએ પણ રાષ્ટ્રવાદીનો મુખ્યમંત્રી થવા માટે માનતા લીધી છે

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

થોડા દિવસ પહેલાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના સંસદસભ્ય સુપ્રિયા સુળેએ આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદીનો જ થાય એ માટે મા તુળજાભવાની સામે માનતા લીધી છે. રાષ્ટ્રવાદીનો મુખ્યમંત્રી થશે તો પક્ષના તમામ વિધાનસભ્યોને લઈને તુળજાભવાનીના દર્શન કરવા આવીશ એમ તેમણે જણાવ્યું હતું. એ પછી રાષ્ટ્રવાદીના નેતા અને સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડેએ પણ આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદીનો જ થાય એવં વક્તવ્ય કર્યું હતું.

તેથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી. હવે બીડમાં ધનંજય મુંડેએ ફરીથી પોતાના વક્તવ્યનો પુનરુચ્ચાર કરતા આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદીનો જ થશે એમ જણાવ્યું છે. અત્યારે રાજ્યમાં મહાવિકાસ આઘાડી સરકાર છે. શિવસેનાના મુખ્યમંત્રી છે. અમે શિવસેનાના માનનીય મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ કામ કરી રહ્યા છે. રાજ્યમાં ઉપમુખ્યમંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસનો છે. પણ જે જે સમયે પક્ષના કદ વધવા બાબતે વાત થાય છે ત્યારે અમને અમારો પક્ષ પ્રથમ ક્રમનો કેવી રીતે થાય એનો વિચાર કરવો પડે છે.

રાષ્ટ્રવાદી પક્ષ પહેલા ક્રમનો પક્ષ બનશે તો આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદીનો જ હશે એમ તેમણે જણાવ્યું હતું. ખરેખર તો શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડ્યા બાદ મહાવિકાસ આઘાડી સરકારની સ્થાપના કરી હતી. એ સમયે આગામી પાંચ વર્ષ શિવસેનાનો જ મુખ્યમંત્રી હશે એમ નક્કી થયું હતું. આમ છતાં આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસનો જ હશે એવો દાવો મહાવિકાસ આઘાડી સરકારનો ઘટક પક્ષ રાષ્ટ્રવાદી દ્વારા કરવામા આવી રહ્યો છે. તેથી મુખ્યમંત્રી પદ માટે મહાવિકાસ આઘાડી સરકારમાં વર્ચસ્વ જમાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

મને પણ લાગે છે ઉદ્ધવ ઠાકરે વડાપ્રધાન બને
શિવસેના વિધાનસભ્ય ગુલાબરાવ પાટીલે ધનંજય મુંડેને ટોણો માર્યો હતો. સંબંધિત વક્તવ્ય વિશે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે મારો પક્ષ મોટો થવો જોઈએ એમ દરેક પક્ષને લાગે છે. મને પણ લાગે છે કે ઉદ્ધવ ઠાકરે દેશના વડાપ્રધાન બને. દરમિયાન કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલેએ ધનંજય મુંડેને ટોણો મારતા જણાવ્યું કે આશા રાખવામાં કંઈ જ ખોટું નથી. કેટલાક જણને દિવાસ્વપ્ન આવતા હોય છે.

સુળેની માનતા બાદ રાઉતની પ્રતિક્રિયા
અત્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી છે અને આગામી 25 વર્ષ તેઓ જ મુખ્યમંત્રી રહેશે. મહારાષ્ટ્રના રાજકારણમાં કેટલાક લોકો દ્વિધા ઊભી કરી રહ્યા છે. અત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર છે અને આઘાડીનું નેતૃત્વ ઉદ્ધવ ઠાકરે કરી રહ્યા છે. શરદ પવાર, અજિત પવાર, સુપ્રિયા સુળે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ પર ખુશ છે. તેથી કોઈ પ્રશ્ન ઊભો કરે તો તેના પર દુર્લક્ષ કરવું જોઈએ એવી પ્રતિક્રિયા શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉતે સુપ્રિયા સુળેના વક્તવ્ય અને માનતા પછી આપી હતી.

એમાં ખોટું શું છે? સુપ્રિયા સુળે
અત્યારે જે હકીકત છે એને સ્વીકારીયે. અત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે છે. મહાવિકાસ આઘાડી સરકારનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. દરેક પક્ષને એમ લાગે છે કે પોતાનો પક્ષનો મુખ્યમંત્રી બને. એમાં ખોટું શું છે? મારો મત છે કે ઘી પડે તો ય ખીચડીમાં. આપણી મહાવિકાસ આઘાડી સરકાર છે. ત્રણેય પક્ષે ભેગા મળીને મુખ્યમંત્રી પદની પાછળ ન પડતા સામાન્ય જનતાની સેવા કરવા માટે આપણે ત્રણેય સાથે થયા છીએ એ મહત્વનું છે એવી પ્રતિક્રિયા ધનંજય મુંડેના વક્તવ્ય પછી સુપ્રિયા સુળેએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...