કામગીરી:1 સદી જૂની પાણીની પાઈપલાઈનની સુરક્ષાને મહાપાલિકા અગ્રતા આપશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા દ્વારા પાઈપલાઈનમાંથી ગળતર રોકવા માટે જિયોપોલિમર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે

લગભગ એક સદીથી જૂની મુંબઈગરાઓ માટેની પાણીની પાઈપલાઈનની સુરક્ષાના પ્રાધાન્ય આપવામાં આવશે. આ પાઈપલાઈન જર્જરિત થઈ હોવાથી એ બદલવી શક્ય નથી. તેથી આ પાઈપલાઈનમાંથી ગળતર રોકવા જિયોપોલિમર ટેકનોલોજીનો ઉપયોગ કરીને અંદરથી કોટિંગ કરવામાં આવશે. આ કોટિંગ ઓછામાં ઓછા 30 થી 40 વર્ષ ટકશે એવો દાવો કરવામાં આવ્યો છે. આ કામ માટે 415 કરોડ 58 લાખ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે. મુંબઈ શહેરમાં બ્રિટિશકાલીન પાણીની પાઈપલાઈન, મળનિસરણ પાઈપલાઈન છે. એ સમયની મુંબઈની લોકસંખ્યા ધ્યાનમાં રાખીને બ્રિટિશરોએ આ પાઈપલાઈનની વ્યવસ્થા કરી હતી.

વધતી લોકસંખ્યા અને મુંબઈનો વિકાસ થયા પછી આ યંત્રણા નબળી પડવા માંડી. એના પર ઉપાયયોજનાઓ કરીને અત્યાર સુધી ચલાવવામાં આવી રહ્યું છે. પાઈપલાઈનના સુધારા જરૂરી હોવાની ભલામણ ચિતળે સમિતિએ મહાપાલિકાને કરી હતી. એ અનુસાર બ્રિમસ્ટોવેડ અંતર્ગત કામ કરવામાં આવી રહ્યા છે.મુંબઈ શહેરમાં કોલાબાથી સાયન દરમિયાન બ્રિટિશકાલીન પાઈપલાઈનનું જાળું મોટું છે. એ હજી મજબૂત કરવા માટે જિયોપોલિમર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી પાઈપલાઈનમાં ગળતર બંધ થશે અને પાઈપલાઈનની લાઈફ હજી થોડા વર્ષ વધારી શકાશે.

મુંબઈમાં વરસાદનું પ્રમાણ વધારે છે. એનો તાણ પાઈપલાઈન પર પડે છે. મુંબઈની જૂની પાઈપલાઈનની પાણી લઈ જવાની ક્ષમતા કલાકના 50 મિલીમીટર છે. એ કેટલાક ઠેકાણે બમણી એટલે કે 100 મિમી કરવામાં આવી છે. ઝડપથી પાણી લઈ જવા માટે મુખ્ય પાઈપલાઈનની ક્ષમતા જરૂરી હોવાનું અધિકારીઓ જણાવે છે. એના માટે જિયોપોલિમર ટેકનોલોજી માટે ટેંડર મગાવવામાં આવ્યા છે. પાત્ર કોન્ટ્રેક્ટરને કામનો આદેશ આપ્યા પછીના પાંચ વર્ષ મેઈનટેનન્સની જવાબદારી એની રહેશે. ટેંડર પ્રક્રિયા સફળ થતા જાન્યુઆરીમાં કામની શરૂઆત થશે.

પાઈપલાઈનની ક્ષમતા બમણી
બ્રિટિશકાલીન પાઈપલાઈનની પાણી લઈ જવાની ક્ષમતા કલાકના 50 મિલીમીટર છે. છેલ્લા થોડા વર્ષમાં વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે મુંબઈમાં બેત્રણ દિવસમાં એક મહિના જેટલો વરસાદ એટલે કે 40 ઈંચ વરસાદ પડે છે. આટલા મોટા પ્રમાણમાં વરસાદના લીધે મુંબઈમાં પાણી ભરાવાની સાથે જ જમીન ધસી પડવી, જમીનમાં ઢુવા પડવા, પુર આવવા જેવી સમસ્યા નિર્માણ થાય છે. આ પાર્શ્વભૂમિ પર પાઈપલાઈનની ક્ષમતા બમણી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...