તપાસ:મર્સિડીઝ કાર પ્રતિ કલાક 180-190 કિમી ગતિથી ચાલતી હતી

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર અકસ્માતના CCTV ફૂટેજ પ્રાપ્ત કર્યા

ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્રનું મર્સિડીઝ કાર દુર્ઘટનામાં મૃત્યુ થયું તે ઘટનાસ્થળનું સીસીટીવી ફૂટેજ પાલઘર પોલીસે પ્રાપ્ત કર્યું છે. ફૂટેજ બતાવે છે કે કાર રવિવારે બપોરે 2.21 વાગ્યે પાલઘર જિલ્લાના દાપચરી ચેક પોસ્ટથી પસાર થઈ હતી. આ પછી આશરે 3.00 વાગ્યે મુંબઈ- અમદાવાદ હાઈવે પર સૂર્યા નદી પરના પુલ પર રોડ ડિવાઈડપર સાથે કાર અથડાઈ હતી, જેમાં મિસ્ત્રી (54) અને તેમના મિત્ર જહાંગીર પંડોલેનાં મોત થયાં હતાં. બંને કારની પાછળની સીટ પર બેઠેલા હતા.દુર્ઘટનાની વધુ તપાસ માટે પોલીસ ટીમ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી પરીક્ષણ કરી રહી છે.

એક અધિકારીએ જણાવ્યું કે કાર હંકારનારી વ્યક્તિએ ફક્ત નવ મિનિટમાં 20 કિમી અંતર પાર કર્યંત હતું, જેનો અર્થ આ લક્ઝરી કાર પ્રતિ કલાક 180-190 કિમીની ગતિથી ચલાવવામાં આવતી હતી. કાર મિસ્ત્રીનાં પારિવારિક મિત્ર મુંબઈ સ્થિત ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે (55) દ્વારા ચલાવવામાં આવતી હતી. ડો. અનાહિતા અને તેમના પતિ દરાયુસ (60)ને આ દુર્ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તપાસ ટીમ વિગતવાર અહેવાલ તૈયાર કરશે, જે માર્ગ અકસ્માતની તપાસ કરવાનો આદેશ આપનારા રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સોંપવામાં આવશે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...