ગોધરા ટ્રેન હત્યાકાંડ બાદ ગુજરાતમાં ફાટી નીકળેલા રમખાણોમાં બેસ્ટ બેકરીને બાળી દેવાની ઘટનામાં 14 જણના મૃત્યુ થયા હતા. આ કેસનો ચુકાદો હવે મુંબઈ સેશન્સ કોર્ટ 29 માર્ચના આપશે. આ હત્યાકાંડમાં સહભાગી હોવાના આરોપ હેઠળ છેલ્લા 10 વર્ષથી જેલમાં બંધ બે આરોપીઓ દોષી છે કે નિર્દોષ એનો ચુકાદો કોર્ટ આપશે.
આ ચુકાદો 15 માર્ચના અપેક્ષિત હતો પણ હજી ચુકાદાપત્ર પૂરો થયો ન હોવાથી સેશન્સ જજ એમ.જી.દેશપાંડેએ ચુકાદાની સુનાવણી 29 માર્ચના રાખી હતી. 1 માર્ચ 2002ના વડોદરાના હનુમાન ટેકરી પર સ્થિત બેસ્ટ બેકરી પર ટોળાએ હુમલો કર્યો હતો. ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસના ડબ્બા બાળ્યા પછી આ ઘટના બની હતી. આ ટોળામાં હર્ષદ સોલંકી અને મફત ગોહિલનો સહભાગ હોવાનો આરોપ છે. આ બંને અત્યારે આર્થર રોડ જેલમાં કેદ છે. 13 ડિસેમ્બર 2013માં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
ગોધરામાં ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટના બાદ થયેલા રમખાણોમાં વડોદરા ખાતેની બેસ્ટ બેકરી ભેગા થયેલા લોકોના ટોળાએ બાળી નાખી હતી. આ ઘટનામાં 14 જણના મૃત્યુ થયા હતા. આ પ્રકરણે બેકરી માલિકની પુત્રી ઝહિરા શેખની ફરિયાદ પરથી 21 જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણે 2003માં ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂક્યા હતા. આ કેસમાં ઝહિર શેખ સહિત અનેક સાક્ષીદારોને કોર્ટે ફરાર ઘોષિત કર્યા હતા. એ પછી આગળ સેશન્સ કોર્ટનો આ ચુકાદો ગુજરાત હાઈ કોર્ટે યથાવત રાખ્યો હતો. એ પછી સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડની મદદથી ઝહિરાએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ પ્રકરણે ફરીથી કેસ ચલાવવાનો નિર્દેશ આપ્યો અને આ કેસ ગુજરાતની બહાર ચલાવવાનો નિર્દેશ આપીને કેસને મુંબઈની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.
કોણ છે બે આરોપી? - દરમિયાનના સમયમાં વડોદરા કોર્ટે ફરાર ઘોષિત કરવામાં આવેલા સોલંકી અને ગોહિલ સહિત બીજા બે જણની તપાસયંત્રણાએ અજમેર બ્લાસ્ટ પ્રકરણે ધરપકડ કરી. મુંબઈમાં ચલાવવામાં આવેલા કેસમાં આ બંને આરોપીઓને ફરાર ઘોષિત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.