આયોજન:મુલુન્ડના રાજમાર્ગો જૈનોના ચારે ફિરકાના નારાથી ગૂંજી ઊઠયા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી

પર્વાધિરાજ પર્યુષણ પર્વના કર્તવ્યને ઉજાગર કરવા શ્રી મુલુન્ડ જૈન મહાસંધ આયોજિત મુલુન્ડના ચારેય ફિરકાની સંયુકત સામૂહિક રથયાત્રાનો ઝવેરરોડ વાસુપૂજય જિનાલયથી ઉલ્લાસભેર પ્રારંભ થયો હતો. મુલુન્ડના વિવિધ રાજમાર્ગ નેહરૂરોડ - સર્વોદયનગર - પી.કે.રોડ - પાંચરસ્તા - એમ.જી.રોડ - ગાવડે રોડ થઈને ઝવેરરોડમાં વિરામ પામી હતી.

પંન્યાસ રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, શ્રી મુલુન્ડ જૈન મહા સંઘ છેલ્લા દશ વરસથી શાસન એકતાનો શંખનાદ કરતી. પ્રભુ વીરના અહિંસા - અપરિગ્રહના સંદેશાને ફેલાવતી સામૂહિક રથયાત્રાનું આયોજન કરે છે. ચારે ફિરકાના જૈનો વિવિધ રચનાઓ લઈને ઉલ્લાસભેર રથયાત્રામાં જોડાયાં હતાં. વિવિધ મહિલા મંડળો પ્રભુ ભક્તિના ગીતો ગાઈને ભક્તિસભર વાતાવરણ ખડું કર્યું હતું. પ્રભુ મહાવીરના પરિવારની વેશભૂષા સાથે નાના બાળકોએ પણ રંગબેરંગી વેશભૂષામાં જોડાઈને રથયાત્રાને ચાર ચાંદ લગાવ્યા હતાં.

ચારે ફિરકાની સામૂહિક રથયાત્રામાં ગચ્છાધિપતિ સહિત અનેક આચાર્ય ભગવન્તો, પંન્યાસજી ભગવન્તો, મુનિ ભગવન્તો, સાધ્વીજી ભગવન્તો, મહાસતીજીઓ જોડાયા હતાં. સમસ્ત મુલુન્ડના ૫૩ થી વધુ સંઘો અને જિનાલયોના સભ્ય હોંશભેર જોડાયા હતાં. વિવિધ રાજમાર્ગો ઉપર વરિયાળી શરબત, સાકરપાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ હતી. રથયાત્રામાં અજૈનમિત્રોને શ્રી મહાવીર પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. “ત્રિશલાનંદન વીર કી, જય બોલો મહાવીર કી” નારાથી મુલુન્ડના રાજમાર્ગો ગૂંજી ઊઠ્યા હતા.

રથયાત્રાની પૂર્ણાહૂતિ બાદ સમસ્ત મુલુન્ડ જૈનસંધના ભાઈ - બહેનોનું સ્વામિવાત્સલ્ય થયું. માતૃશ્રી ચંચળબેન ભવાનભાઈ શાહ (ટાણાવાળા) પરિવારે સંઘજમણનો ઉલ્લાસભેર લાભ લીધો.

અન્ય સમાચારો પણ છે...