કાર્યવાહી:થાણે, બોરીવલી અને કુર્લામાં મોબાઈલની સૌથી વધુ ચોરી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચોરી થયેલા મોબાઈલ પાછા મેળવવાનું પ્રમાણ ઘણું ઓછું રહ્યું છે

મધ્ય અને પશ્ચિમ ઉપનગરીય રેલવે સ્ટેશનમાં મોબાઈલ પર વાત કરવામાં વ્યસ્ત, ગિરદીના સમયે લોકલ પ્રવાસમાં પ્રવાસીઓના મોબાઈલ ચોરી થવાની ઘટનાઓમાં વધારો થયો છે. ચોરી થયેલ મોબાઈલ પાછો મેળવવા માટે પ્રવાસીએ રેલવે પોલીસ પાસે સતત આંટાફેરા કરવા પડે છે. જાન્યુઆરીથી મે 2022ના પાંચ મહિનામાં 3 હજાર 469 મોબાઈલ ચોરી થયાની નોંધ રેલવે પોલીસ પાસે થઈ છે. ચોરી થયેલા મોબાઈલ પાછા મળવાનું પ્રમાણ ઘણું ઓછું છે. ફક્ત 975 મોબાઈલ પાછા મેળવવામાં આવ્યા છે. સૌથી વધુ મોબાઈલ ચોરી મધ્ય રેલવેમાં થાણે, પશ્ચિમ રેલવેમાં બોરીવલી અને હાર્બર રેલવેમાં કુર્લા ખાતે થઈ છે.

લોકલ પ્રવાસમાં ગિરદીના સમયે ચોર પ્રવાસીના મોબાઈલની ચોરી કરે છે. ચારથી પાંચ જણની ટોળકી પ્રવાસીને વાતમાં વ્યસ્ત રાખીને એના મોબાઈલની ચોરી કરે છે. આ બાબતે પ્રવાસી રેલવે પોલીસમાં ફરિયાદ કરે એ પછી ચોરીની તપાસ શરૂ કરવામાં આવે છે. પણ ચોરી થયેલા મોબાઈલનો અતોપતો લાગતો નથી.

રેલવે પોલીસે આપેલી માહિતી અનુસાર મધ્ય રેલવેની ઉપનગરીય હદમાં પાંચ મહિનામાં 2 હજાર 298 અને પશ્ચિમ રેલવે ઉપનગરીય માર્ગમાં 1 હજાર 171 મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાઈ છે. એમાંથી મધ્ય રેલવેમાં ફક્ત 590 અને પશ્ચિમ રેલવેમાં 385 ગુનાનો ઉકેલ આવ્યો છે. ચોરી થયેલા કુલ 3 હજાર 469 મોબાઈલની કુલ કિંમત 6 કરોડ 51 લાખ 29 હજાર રૂપિયા છે.

765 મોબાઈલ બીજા રાજ્યોમાં
પાંચ મહિનામાં ચોરી થયેલા મોબાઈલનો તાગ કાઢતા એમાંથી 765 મોબાઈલ બીજા રાજ્યોમાં ગયા હોવાનું રેલવે પોલીસની તપાસમાં જણાયું છે. એમાંથી 392 મોબાઈલ મધ્ય રેલવેમાંથી અને 373 મોબાઈલ પશ્ચિમ રેલવેમાં ચોરી થયેલા છે. અત્યાર સુધી 975 ચોરીનો ઉકેલ કાઢવામાં આવ્યો છે અને આ ગુના હેઠળ 1 હજાર 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...