માહિતી:મુંબઈમાં સૌથી વધારે કોરોના સંક્રમણ 30 થી 39 વયજૂથમાં

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના સંક્રમણ અંગે નવા અભ્યાસમાં ઘણી માહિતી પ્રકાશમાં આવી

કોરોનાગ્રસ્તોમાં સૌથી વધુ દર્દી સંખ્યા યુવાનોની જ છે એમ દેખાય છે. કોરોનાના કારણે મૃત્યુ પામેલામાં બીજી બીમારીવાળા વરિષ્ઠ નાગરિકોની સંખ્યા સૌથી વધારે છે. મહાપાલિકાએ આપેલી માહિતી અનુસાર મુંબઈમાં 30 થી 39 વર્ષના વયજૂથમાં કોરોનાનું સંક્રમણ થયેલા દર્દીઓની સંખ્યા સૌથી વધારે એટલે કે 22 લાખ 43 હજાર 389 છે. 40 થી 49 વર્ષના વયજૂથમાં કોરોનાનું સંક્રમણ થયેલા દર્દીઓની સંખ્યા 1 લાખ 88 હજાર 774 નોંધવામાં આવી છે. 20 થી 29 વર્ષના વયજૂથમાં 1 લાખ 82 હજાર 806 જણને કોરોનાનું સંક્રમણ થયું છે. ચારેય લહેરમાં યુવાનોમાં સંક્રમણ વધુ થયાનું દેખાય છે.

શિક્ષણ, નોકરી તેમ જ સાર્વજનિક ઠેકાણે કામ નિમિત્તે યુવાનોની અવરજવર વધુ હોવાથી તેમનામાં સંક્રમણ થવાની શક્યતા વધારે હોય છે. રાજ્ય સહિત મુંબઈમાં પુરુષોમાં મહિલાઓની સરખામણીએ સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. 50 થી 79 વર્ષના વયજૂથમાં સંક્રમણના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા સૌથી વધારે છે. 60 થી 69 વર્ષના વયજૂથમાં 5 હજાર 273 અને 50 થી 59 વર્ષના વયજૂથમાં 3 હજાર 942 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. 20 થી 29 વર્ષના વયજૂથમાં 237 અને 30 થી 39 વર્ષના વયજૂથમાં 674 જણે કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે.

ચોથી લહેરમાં કેટલા દર્દીઓને કોરોનાનું સંક્રમણ થયું, તેમનું વયજૂથ શું હતું, સંક્રમણ કેટલી વખત થયું જેવી બાબતોના મુદ્દા પર મહાપાલિકાની સેલન હિલ્સ હોસ્પિટલમાં અભ્યાસ કરવામાં આવશે. સંક્રમણ રોકવા માટે રસીકરણની જરૂર, એની અસર, અને આ લહેરમાં મૃત્યુ ટાળવા માટે થયેલ લાભ જેવા વિવિધ સ્તરે અભ્યાસ કરવામાં આવશે એમ હોસ્પિટલના ડીન ડો. બાળકૃષ્ણ અડસૂળે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...