મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ સીબીઆઈની માગણી બાદ જામીન પર 10 દિવસ માટે સ્ટે આપવામાં આવ્યો છે. સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા ભ્રષ્ટાચારના કેસમાં અગાઉ હાઈ કોર્ટે દેશમુખને રાહત આપી હતી. ત્યાર બાદ સીબીઆઈએ દેશમુખની જામીન અરજી પર રોક લગાવવા કોર્ટમાં વિનંતી કરી હતી. સીબીઆઈની વિનંતી બાદ કોર્ટે દેશમુખના જામીન પર રોક લગાવી દીધી છે.
દેશમુખને જામીન આપવાના કોર્ટના નિર્ણય સામે સીબીઆઈ હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. તેથી હાઈ કોર્ટે પોતાના આદેશ સામે દસ દિવસનો સ્ટે આપ્યો છે. મુંબઈ હાઈ કોર્ટે અનિલ દેશમુખને રૂ. એક લાખના બોન્ડ પર જામીન આપ્યા છે. દેશમુખને તેર મહિના બાદ જામીન મળ્યા હતા, પરંતુ હવે દેશમુખના જામીન પર 10 દિવસ માટે સ્ટે મૂકવામાં આવ્યો છે.
આથી દેશમુખ આગામી 10 દિવસ જેલમાં રહેશે.દેશમુખના વકીલ અનિકેત નિકમના જણાવ્યા અનુસાર, હાઈ કોર્ટે દેશમુખને એક લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા છે. સીબીઆઈની વિનંતી બાદ હાઈ કોર્ટે 10 દિવસ માટે જામીન પર રોક લગાવ્યો છે. જામીન આપતી વખતે કોર્ટે દેશમુખનો પાસપોર્ટ વહીવટીતંત્ર પાસે જમા કરાવવા અને વધુ તપાસમાં સહકાર આપવા જેવી શરતો મૂકી છે. દેશમુખના અન્ય વકીલ ઈન્દરપાલે જણાવ્યું કે હાઈ કોર્ટે દેશમુખને જામીન આપ્યા છે.
નવેમ્બર 2021થી દેશમુખ જેલમાં
1 નવેમ્બર, 2021ના રોજ ઇડી દ્વારા પૂછપરછ માટે બોલાવ્યા પછી દેશમુખની ધરપકડ કરવામાં આવી હતી. ઇડીએ દેશમુખ સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ સીબીઆઇ દ્વારા તેમની સામે નાણાકીય ગેરરીતિના કેસમાં પણ કેસ નોંધવામાં આવ્યો હતો. તેથી, દેશમુખની એકસાથે બે તપાસ એજન્સીઓએ બે ગુનાના સંદર્ભમાં અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.