નિર્ણય:મંત્રાલય નાગરિકો માટે બપોર સુધી બંધ જ રાખવાનો નિર્ણય

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મને કોઈ પણ મળી શકે એવું કહેનારા શિંદેનો નિર્ણય 100 દિવસમાં બદલાયો

આ સામાન્ય નાગરિકોની સરકાર છે, મને કોઈ પણ મળી શકે છે એમ અભિમાનપૂર્વક કહેનારા મુખ્ય મંત્રી એકનાથ શિંદેના નિર્ણયની નવાઈ ફક્ત 100 દિવસમાં ઓગળી ગઈ છે. હવે મંત્રાલયમાં બપોરે 2.00 પૂર્વે નાગરિકો (બિનસરકારી મહેમાનો) માટે પ્રવેશબંધી લાદવામાં આવી છે. આ જ રીતે સુનાવણી વિના મુખ્ય મંત્રી કાર્યાલય (સીએમઓ)માં સામાન્ય નાગરિકોને પ્રવેશ નહીં મળશે, એવા મૌખિક નિયમોનું અધિકારીઓને પાલન કરવા સૂચના અપાઈ છે. આને કારણે મંત્રાલયના ત્રણેય ગેટ પર અને સીએમઓના છઠ્ઠા માળ પર સુરક્ષા કર્મચારીઓ સાથે રોજેરોજ વાદવિવાદ થઈ રહ્યા છે.

13 કરોડ જનતા સાથેના મહારાષ્ટ્રના કારભારનું ગાડું નરીમાન પોઈન્ટ ખાતે છ માળના મંત્રાલયમાંથી હાંકવામાં આવે છે. અટવાયેલાં કામો લઈને રાજ્યના ખૂણાખાંચરાથી નાગરિકો અહીં આવે છે. 2008માં સૌપ્રથમ મંત્રાલયમાં મહેમાનોને બપોરે 2.00 પછી પ્રવેશ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો. જોકે એકનાથ શિંદે મુખ્ય મંત્રી બનતાં જ તેમમે સામાન્ય નાગરિકોની સરકાર કરીને બધાને સવારે 11 વાગ્યાથી પ્રવેશ આપ્યો હતો. છઠ્ઠા માળ પર સીએમઓનાં દ્વાર પણ ખોલી નાખ્યાં હતાં. આને કારણે મંત્રાલયમાં જબરદસ્ત ભીડ થવા લાગી હતી.સીએમઓમાં તો પગ મૂકવાની જગ્યા બચતી નહોતી. દરેક બુધવારે મંત્રીમંડળની બેઠકના દિવસે મંત્રાલયમાં ભારે ભીડ થતી હતી.

ઠાકરેના કાળમાં પણ દરવાજા બંધ
મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ તો કોરોનાકાળમાં બે વર્ષ સુધી મંત્રાલયનાં દ્વાર નાગરિકો માટે સંપૂર્ણ બંધ રાખ્યા હતા. આખું મહારાષ્ટ્ર ખોલી નાખ્યું, 100 ટકા નાગરિકોને કોરોના પ્રતિબંધક રસીના બંને ડોઝ આપ્યા છતાં મંત્રાલયનાં દ્વાર ઠાકરેએ ખોલ્યાં નહોતાં. તેને લીધે ઠાકરેની ટીકા થતી હતી.

અન્ય સમાચારો પણ છે...