રાજ્યના અનેક ભાગમાં બે દિવસથી પડી રહેલા વરસાદના લીધે ચાર મહિનાથી સતત ચાલુ રહેતા એસી, કૂલર, પંખાની જરૂર ઓછી પડી રહી છે. તેથી વીજની માગમાં 4 હજાર મેગાવોટનો ઘટાડો થયો છે. 8 જૂન સુધી મહાવિતરણ પાસે રાજ્યમાં 22 હજાર મેગાવોટથી વધારે વીજની માગ હતી. એ હવે 18 હજાર મેગાવોટ સુધી નીચે આવી છે. તેથી વીજ કેન્દ્રોને ઘણી રાહત મળી છે.
રાજ્યમાં મહાવિતરણના લગભગ અઢી કરોડ કરતા વધુ ગ્રાહક છે. તાપમાનનો ચઢેલો પારો અને વધેલી ગરમીના કારણે એપ્રિલ-મે મહિનામાં 24 હજાર મેગાવોટ કરતા વધુ વીજની માગ હતી. જૂનના પહેલા અઠવાડિયામાં માગ 22 હજાર મેગાવોટ જેટલી થઈ. છેલ્લા બેત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને લીધે એસી, કૂલર, પંખાનો ઉપયોગ ઓછો થયો છે. તેથી વીજની માગ 18 હજાર મેગાવોટ સુધી નીચે આવી છે. તેથી મહાનિર્મિતી સહિત તમામ વીજ કેન્દ્રોમાં વીજ નિર્મિતી ઓછી કરવામાં આવી છે.
મુંબઈમાં 700 મેગાવોટનો ઘટાડો
મુંબઈમાં ગુરુવારથી વરસાદ પડી રહ્યો છે. તેથી બફારો મોટા પ્રમાણમાં ઓછો થયો છે. પરિણામે મુંબઈની વીજની માગ 3400-3500 મેગાવોટથી ઘટીને 2700 મેગાવોટ થઈ છે. વીજની માગણીમાં ઘટાડો થવાથી કેન્દ્રિય એક્સચેન્જમાંથી લેવામાં આવતી વીજનો દર 8 રૂપિયાથી ઓછો થઈને પાંચ-છ રૂપિયા સુધી નીચે આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.