તપાસ:અંબાણીના ઘર પાસે વિસ્ફોટક કેસમાં દરેકની ભૂમિકાની કોર્ટે વિગતો માગી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NIAના વકીલની સાક્ષીદારોના જવાબ સાથે સ્પષ્ટતા જરૂરી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર ઊભી કરવી અને એ કારના માલિક મનસુખ હિરનની હત્યા કરવાના ષડયંત્રમાં કયા કયા આરોપીની શું ભૂમિકા હતી એની વિગત દેખાડો એવો નિર્દેશ મુંબઈ હાઈ કોર્ટે રાષ્ટ્રીય તપાસ યંત્રણા (એનઆઈએ)ને આપ્યો હતો. આ પ્રકરણમાં અત્યારે કસ્ટડીમાં રહેલા આરોપી પ્રદીપ શર્મા અને રિયાઝુદ્દીન કાઝીની જામીન અરજી પર સુનાવણી લેતા જજ રેવતી મોહિતે ડેરે અને જજ આર.એન.લઢ્ઢાની ખંડપીઠે ઉપરોક્ત નિર્દેશ આપ્યો હતો.

સચિન વાઝેને અનેક વર્ષના સસપેન્શન પછી ફરીથી સેવામાં લેવામાં આવ્યા પછી એને પોતાનો પ્રભાવ ફરીથી નિર્માણ કરવો હતો. તેથી એણે મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર જિલેટીન સ્ટિક ભરેલી કાર ધમકીવાળી ચિઠ્ઠી સાથે ઊભી કરી હતી. આ કામ માટે એણે વ્યવસાયિક હિરનની મદદ માગી હતી. પણ કાર ઊભા કરવાનું પ્રકરણ વધુ મોટું થઈ જતા હાથની બહાર નીકળી ગયાનું જોઈને વાઝેએ હિરનની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું એવો આરોપ એનઆઈએએ મૂક્યો છે. જિલેટીનની સ્ટિક ભરેલી કાર એન્ટિલિયાની બહાર ઊભી કરીને દહેશત ઊભી કરવી અને હિરનની હત્યા કરવામાં અમારો કોઈ સહભાગ નહોતો એવો દાવો શર્મા અને કાઝીએ પોતાની જામીન અરજીમાં કર્યો છે. પોતાનો સંબંધ ફક્ત પુરાવાઓનો નાશ કરવાના કામમાં મદદ કરવા બાબતે દેખાડવામાં આવ્યો હોવાનો દાવો કાઝીએ કર્યો છે.

તેથી શર્માની ષડયંત્રમાં ચોક્કસ ભૂમિકા શું? ફક્ત હિરનની હત્યા સાથે જ એનો સંબંધ છે કે? કાઝીની ષડયંત્રમાં ચોક્કસ ભૂમિકા શું છે? એવા સવાલ ખંડપીઠે એનઆઈએનો પક્ષ રજૂ કરનારા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંગ સમક્ષ ઉપસ્થિત કર્યા હતા. ત્યારે તમામ આરોપીઓને ષડયંત્રની થોડી ઘણી માહિતી હતી અને તેમની એ ષડયંત્રમાં કંઈક તો ભૂમિકા હતી એમ સિંગે જણાવ્યું હતું.

આગામી ગુરુવારે સ્પષ્ટતા કરવી પડશે
મોટું ષડયંત્ર હોવાનું તમે પહેલેથી જ જણાવો છો. ફક્ત વાઝેએ એકલાએ ષડયંત્રની રચના કરી નહીં હોય. તો પછી એમાં બીજા કોણ કોણ અને કેવી રીતે સહભાગી હતા એ અમને સાક્ષીદારોના જવાબની વિગત સાથે દર્શાવો એમ ખંડપીઠે અનિલ સિંગને જણાવ્યું હતું. એ મુજબ આગામી ગુરુવારે સાક્ષીદારોના જવાબ દેખાડીને સિંગે વાઝે અને બીજા આરોપીઓની ષડયંત્રમાંની ભૂમિકા બાબતે છણાવટ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...