સગીરા સાથે દુષ્કર્મ કેસમાં આ સંબંધ આપસી મંજૂરીથી બંધાયા હતા એવું કહીને નવી મુંબઈના 24 વર્ષના યુવાનને કોર્ટે છોડી મૂક્યો છે. વિશેષ જજ વી વી વિરકર દ્વારા 15 માર્ચે આ આદેશ અપાયો હતો, જે શનિવારે ઉપલબ્ધ થયો હતો.
આ યુવા થાણેના તુલજાપુરમાં રહેતો હતો. તે પાડોશી સગીરાને લને ભાગી ગયો, જે પછી લગ્નનું વચન આપીને સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું. સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે પછી બંનેને પકડી પાડવામાં આવ્યા હતા. યુવાન સામે પોકસો ધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
જજે જણાવ્યું કે આ આપસી સમજૂથી સંબંધ બંધાયો હોય તેવું જણાય છે, જે તબીબી અધિકારીને ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ઈતિહાસ પરથી સ્થાપિત થાય છે. સગીરા 18 વર્ષથી ઓછી ઉંમરની નથી એવું સિદ્ધ થયું નહીં હોવાથી યુવાન સામે અપહરણનો આરોપ મૂકી શકાય નહીં, એવી નોંધ પણ કોર્ટે કરી હતી.
આપસી સંબંધ સ્થપાય ત્યારે ફરિયાદી ઘટનાના સમયે 17 વર્ષ અને 6 મહિનાની ઉંમરની હોય એવું ધારવામાં આવે, જે ઉંમર સમજદારી અને વિવેકબુદ્ધિની છે અને ફરિયાદી પુખ્તાવસ્થામાં પહોંચવાની આરે છે. તે ધ્યાનમાં લેવાય તો ફરિયાદી સાથે શારીરિક સમાગમનું કૃત્ય દુષ્કર્મ તરીકે ગણી શકાય નહીં, એમ યુવાનને નિર્દોષ છોડતાં કોર્ટે નોંધ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.