દેશની પહેલી બુલેટ ટ્રેન 2026માં સુરતથી બિલીમોરા વચ્ચે દોડશે એવી ઘોષણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી હતી. એ પછી આ બુલેટ ટ્રેન બે વર્ષમાં વાપી સ્ટેશન સુધી દોડતી થશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું. રેલવેમંત્રીએ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પના કામનું નિરીક્ષણ કર્યું હતું. બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ ગુજરાતમાં ઝડપથી ચાલી રહ્યું છે પણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન પૂરું થયું નથી. તેથી પ્રકલ્પની કિંમત વધશે.મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પનું કામ ગુજરાતમાં ઝડપથી ચાલી રહ્યું છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં 70 ટકા ખાનગી જમીનનું સંપાદન કામ પૂરું થયું છે.
બાકીની જમીન વન ખાતાની અથવા રાજ્ય સરકારની માલિકીની હોવાથી તેનું સંપાદન ઝડપથી પૂરું કરવા રાજ્ય સરકાર સાથે ચર્ચા શરૂ કરવામાં આવી છે એમ જણાવવામાં આવ્યું હતું. જ્યાં સુધી જમીનના સંપાદનનું કામ 90 ટકા પૂરું નહીં થાય ત્યાં સુધી ટેંડરની વહેંચણી કરી શકાતી ન હોવાથી આ પ્રકલ્પમાં વિલંબ થવાનું સ્પષ્ટ થયું છે. મુંબઈથી અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પમાં થોડા કિલોમીટરનો પટ્ટો છોડીને સંપૂર્ણ એલિવેટેડ કરવા પાછળનો ઉદ્દેશ ખેડૂતો અને ગામવાસીઓના નિવાસને મુશ્કેલી ન પડે, ગામના બે ભાગમાં ભાગલા ન થાય, ગામવાસીઓ રોજિંદો નિત્યક્રમ જાળવી શકે એવો છે એમ નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના વ્યવસ્થાપકીય સંચાલક સતીશ અગ્રવાલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.