કોરોના અપડેટ:મુંબઈ શહેરમાં કોરોના ટેસ્ટનું પ્રમાણ બમણું કરવામાં આવ્યું

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જો કે દર્દીના સંપર્કના વ્યક્તિઓને શોધવાનું કામ હજી પણ ઓછું છે

મુંબઈમાં જૂનમાં કોરોનાનો ફેલાવો ઝડપથી વધી રહ્યો હોવાથી મહાપાલિકાએ કોરોના ટેસ્ટની સંખ્યા બમણી કરી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓની શોધ પણ વધારી છે છતાં એનું પ્રમાણ હજી ઘણું ઓછું છે. મુંબઈમાં મે મહિનાથી કોરોનાનો ફેલાવો થવાની શરૂઆત થઈ પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાથી દર્દીઓમાં ઝડપથી વધારો થયો. પરિણામે છેલ્લા પંદર દિવસમાં જ કોરોનાગ્રસ્ત દર્દીઓનું પ્રમાણ 4 ટકાથી વધીને 11 ટકા પહોંચ્યું. દર્દીઓમાં વધારો થવાનું જોખમ ઊભું થયા પછી મહાપાલિકાએ ટેસ્ટમાં વધારો કરવા પર છેલ્લા ચાર દિવસમાં ભાર મૂક્યો છે.

શહેરમાં અત્યાર સુધી દરરોજ સાતથી આઠ હજાર ટેસ્ટ કરવામાં આવતી હતી જેમાં લગભગ બમણો વધારે કરવામાં આવતા ટેસ્ટનું પ્રમાણ 18 થી 19 હજાર પહોંચ્યું છે. કમિશનરના આદેશ પછી ટેસ્ટનું પ્રમાણ વધાર્યું છતાં દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને શોધવાનું પ્રમાણ ઝાઝુ વધ્યું નથી. કોરોના ટાસ્ક ફોર્સની સૂચના અનુસાર સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે કોરોનાગ્રસ્ત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા ઓછામાં ઓછા દસ જણને શોધવા જરૂરી છે. કોરોનાગ્રસ્તોની અત્યંત નજીકના વ્યક્તિઓમાંથી બધાની ટેસ્ટ કરવાનો આદેશ કમિશનરે આપ્યો છે.

એ અનુસાર ટેસ્ટ શરૂ કરી હોવાના લીધે દર્દીઓની સંખ્યા મોટા પ્રમાણમાં વધી છે. શરૂઆતમાં કોરોના નિયંત્રણ વિભાગમાં જરૂર ન હોવાથી મનુષ્યબળ ઓછું હતું. તેથી દર્દીઓનો ફોલોઅપ લેવો શક્ય નહોતો. પણ છેલ્લ ચાર દિવસમાં નિયંત્રણ વિભાગમાં મનુષ્યબળ વધારવામાં આવ્યું હોવાથી હવે દરેક દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનો ફોલોઅપ લેવામાં આવે છે એમ મહાપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું. કોરોનાગ્રસ્ત વ્યક્તિ અનેક વખત જૂનો અથવા ખોટો ફોન નંબર આપે છે.

અન્ય સમાચારો પણ છે...