ઠાકરે જૂથમાંથી શિંદે જૂથમાં પ્રવેશ કરનારા સાંસદ ગજાનન કીર્તિકર વિરુદ્ધ મુંબઈ કોંગ્રેસ આક્રમક બની છે. કીર્તિકરની નિષ્ક્રિયતા વિરુદ્ધ ઉત્તર પશ્ચિમ જિલ્લા કોંગ્રેસ દ્વારા બાઈક રેલી કાઢવાના પ્રયાસને પોલીસે નિષ્ફળ બનાવતાં કોંગ્રેસના માજી સાંસદ સંજય નિરૂપમે હવે કોર્ટમાં જઈને રેલીની પરવાનગી લેવાની ચીમકી આપી છે.
16 નવેમ્બરે હું બાઈક રેલી કાઢવાનો હતો, પરંતુ તે પૂર્વે જ વિભાગના એસીપી મારા ઘરમાં આવીને મને વર્સોવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા. એસીપી આવું વર્તન કઈ રીતે કરી શકે? આ પછી મુખ્ય મંત્રી અને ઉપ મુખ્ય મંત્રીને પત્ર લખ્યા પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો નથી. રાજ્યના પોલીસ પ્રમુખને પત્ર લખવા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી, એમ નિરૂપમે જણાવ્યું હતું. આ સમયે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ ભાઈ જગતાપ, ખજાનચી ભૂષણ પાટીલ, મહામંત્રી સંદેશ કોંડવિલકર, સહ- ખજાનચી અતુલ બર્વે પણ હાજર હતા.
4 ડિસેમ્બરે મેં ફરી પરવાનગી માગી કહતી. આ માટે 28 નવેમ્બરે ત્રણ ડીસીપીએ અલગ અલગ કારણો આપીને પરવાનગી નકારી કાઢી હતી. શું વિરોધીઓએ હવે કોરાં પાટિયાં લઈને આંદોલન કરવાનું રહેશે? સરકાર કીર્તિકરને રક્ષણ આપી રહી છે એ આ પરથી સ્પષ્ટ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.એક નિષ્ક્રિય સાંસદને બચાવો નહીં.
અન્યથા મારે કોર્ટમાં જવું પડશે. જો હવે પછી પરવાનગી નહીં મળે તો કોર્ટમાંથી પરવાનગી લાવીશું, જે સરકાર માટે નીચાજોણું બની રહેશે, એમ તેમણે જણાવ્યું હતું. આ સમયે ભાઈ જગતાપે નિરૂપમની ભૂમિકા એ મુંબઈ કોંગ્રેસની ભૂમિકા છે. લોકશાહીમાં મત રજૂ કરવાનો દરેકને અધિકાર છે, એમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.