વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરી શકે તે માટે અહમદનગરની કોલેજે બારમા ધોરણની પરીક્ષામાં ગણિતનું પેપક લીક કર્યું હોવાનું બહાર આવ્યા પછી તેની તપાસમાં હવે કોલેજે કેમિસ્ટ્રી અને ફિઝિક્સના પેપર સાથે પણ બાંધછોડ કરી હોવાનું બહાર આવ્યું છે, એમ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.મુંબઈ પોલીસે અહમદનગર સ્થિત માતોશ્રી ભગુબાઈ બાંબરે એગ્રિકલ્ચર એન્ડ સાયન્સ કોલેજના અમુક વિદ્યાર્થીઓના વ્હોટ્સએપ મેસેજ તપાસ્યા છે અને ગણિતનું પેપક લીક કરવાના પ્રકરણે ધરપકડ કરાયેલા પ્રિન્સિપાલ અને અમુક શિક્ષકોની પૂછપરછમાં આ ગેરરીતિ બહાર આવી છે.
આ કેસમાં હમણાં સુધી પાંચ જણની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કોલેજને માલિક ફરાર થઈ ગયો છે. હજુ વધુ ધરપકડ થવાની શક્યતા છે. ગણિતનું પેપર પરીક્ષાના સમયના એક કલાક પૂર્વે કોલેજ સાથે સંકળાયેલા 119 વિદ્યાર્થીઓને શેર કરવામાં આવ્યું હતું. આ પછી વિદ્યાર્થીઓને સારી ટકાવારી મળે તે માટે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના પેપર પણ લીક કરવામાં આવ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.ગયા મહિને દાદરની ડો. એન્ટોનિયો ડિસિલ્વા હાઈ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજ ખાતે એક વિદ્યાર્થીનેપરીક્ષા પૂર્વે તેના મોબાઈલ ફોન પર ગણિતનું પેપર મળી આવ્યું હોવાનું મોડરેટરે પકડી પાડ્યા પછી તેની પૂછપરછમાં આ કૌભાંડ બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.